અરે આજે ૧૪ મી જાન્યુઆરી, ઉતરાણ છે. હજુ શું ઉંઘો છો.
ભુલી ગયા આ વખતે ઉતરાણ ૧૫મી એ છે.
પતંગ ચગાવવાના રસિયા અંબુભાઈ નોકરી પરથી અડધો
દિવસ રજા લઈ ઘરે માંજો, ફિરકી અને પતંગ નો ઢગલો લઈ
આવી પહોંચ્યા. રસોડામા અંબિકા તલના લાડુ બનાવી રહી
હતી. અંબુભાઈ પતગ ઉડાડે અંબિકા ફિરકી ઝાલે અને અમી
તથા અનુપ સહેલ માણે.
વહેલી સવારે ઉઠી અંબિકાએ ઉંધિયું બનાવ્યું. પૂરી, જલેબી
બધું સાથે લઈને અગાશી ઉપર પહોંચી ગઈ. અમી અને
અનુપ પણ નાની ફુદડી લઈને આવી પહોંચ્યા.
અંબુભાઈ તો ઉપરા ઉપરી પતંગ કાપે અને આખું
કુટુંબ મોજ માણે. ખાવાપીવાનો પણ જલસો હતો. એવામા
એક પંખી ઘવાઈને નીચે પડ્યું. અંબિકાએ ફિરકી ફેંકી અને
તરફડાટ કરતાં પંખીની માવજત કરવા લાગી. અંબુભાઈએ
પણ પતંગ ચગાવવાનું બંધ કરી. અંબિકાની મદદે ધાયા.
પંખીના મોઢા પરની અહોભાવની ભાવનાએ અંબિકાને
હલાવી મૂકી. ધીરેથી કહે હવે પતંગ ચગાવવાના બંધ. આજના
દિવસે આજુબાજુમા. આડોશપાડોશમા જ્યાં જ્યાં પક્ષીઓને
દુખ પહોંચશે ત્યાં હું પહોંચીશ. આમેય બે બાળકની મા અને
વ્યવસાયે નર્સ.
બાળકોને ખવડાવી અંબુભાઈને જવાબદારી સોંપી અંબિકા
નિકળી પડી ઘવાયેલ પંખિડાની સારવાર કાજે. આ વખતની
ઉતરાણ તેણે ખૂબ સુંદર રીતે ઉજવી. મૂક પક્ષીઓની વેદના
તેનાથી સહન ન થઈ