મનના અતલ ઉંડાણમા

January 21st, 2011 by pravinash Leave a reply »

      ૯૧ વર્ષના મનુભાઈએ  જ્યારે બારીએથી પડતું મેલ્યું ત્યારે દિલમા

 હાહાકાર મચી ગયો.. દસ દિવસના અંદર એવું તો શું બન્યું હશે કે

આવો ગમખ્વાર બનાવ બન્યો.

       ૯૧ વર્ષના મનુભાઈ જીવી જીવીને કેટલું વધારે જીવત ?  હા, મણી

માસીના ગયા પછી એકલતા તેમને ખાઈ જતી હતી. કોઈ શોખ હતા નહી.

બાળકો પાંખ આવતા ઉડી ગયા હતા તેથી ઘરમા રામ એકલા હતા. ખાવા

પીવા માટે ટિફીન બંધાવ્યું હતું.  બાજુવાળી સ્વાતિ સવારે  મસ્ત આદુ

અને મસાલાવાળી ચા પિવડાવતી. બદલામા મનુભાઈ ખૂબ ઘસાતા. જેથી

એમને ચા પીવી અડવી ન લાગે. મનના અતલ ઉંડાણમા  શું ચાલી રહ્યું

હશે. દિકરો વહુ માંડ પાંચ  મિનિટ દૂર રહેતા. સમાચાર સાંભળીને દોડી

આવ્યા.

     લાશ પડી હતી. માથું છુંદાઈ ગયું હતું. સાતમે માળથી પડ્યા હતા.

આંખોને દૃશ્ય જોતા લાજ આવતી હતી. પણ ખેર હવે શું વળવાનું હતું.

નાનકડી સ્નેહા દાદા ની હાલત જોઈ ન શકતા આંખમીંચીને ઉભી હતી.

બાળમાનસની કલ્પના બહારનું આ દૃશ્ય હતું. દાદા તેને ખૂબ જ વહાલા

હતા. કેમ ન હોય ? દાદા પ્યાર આપતા અને રોજ નવી સુંદર વાર્તા અચૂક

કહેતા.

    ધિરજ અને રજની માની ન શક્યા. દરરોજ ચાપીને નાહી ધોઈ સેવા કર્યા

પછી પિતાજી તેમને ઘરે આવતાં. એષા સાથે રમવું, સરસ વાર્તા કહેવી એ

એમનો રોજનો કાર્યક્રમ હતો.  દિકરો વહુ નોકરી કરે તેથી જમવાની પળોજણ

પણ રાખી ન હતી.

       છેલ્લા દસ દિવસથી તેમના મોઢા પરનું નૂર વિદાય લઈ ગયું હતું. દિકરી

પરદેશ અને દિકરો દિલ્હીમા. ધિરજ અને રજની ગામમા અને નજીક હતા. કદી

કોઈની આડે ન આવતા. સ્વમાનભેર જીવન જીવ્યા હતા. મણી માસીના ગયા

પછી એકલતા અનુભવતા હતા.

         જે દિવસે પડતુ મેલ્યું ત્યારે સવારે દિકરી સાથે અમેરિકા વાત પણ કરી

હતી. દિકરી એટલે આંખનો તારો. નાનો દિલ્હીમા સરકારી નોકરી કરતો હતો.

દરરોજની આદત પ્રમાણે નાહી ધોઈને પુજાપાઠ આટોપ્યા . છેલ્લા દસ દિવસથી

સમાચાર પત્રમા રોજ નવા કાંડનો ભાંડો ફૂટવાના સમાચાર વાંચતા અને દુખી

થતા.

ગુજરાત સમાચારના પહેલા પાને તેમના કુલાંગાર નો ફોટો હતો. નીચે લખ્યું

હતું. ૧૬ વર્ષની  “આન્યા” પર થયેલો બળાત્કાર.———-

Advertisement

1 comment

  1. દિલને ઢંઢોળી જાય એવી વાર્તા.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.