Archive for January, 2011

મોકો મળ્યો

January 2nd, 2011

ઘણા વર્ષો પછી ભારતમા લગ્ન માણવાનો મોકો

મળ્યો.  અમેરિકાના વસવાટ દરમ્યાન અંહી આવી

શકાતું નહી.  જો કે હવે વાત જુદી છે.

     ટેલિફોન જે ૧૦૦ રૂ. મિનિટ લાગતા હતા તે હવે

૫ પૈસા પણ નથી લાગતા. તે જમાનામા ૧૦૦રૂ ની

કિમત પણ ઘણી હતી.  મારા ‘વરજી’ કાયમ કહે ,

“રડવાના પૈસા” નહી આપુ. ” ફોન મુક્યા પછી તે કરજે.

       હવે વઘાર મૂકીને ફોન મમ્મીને કરવાનો, મમ્મા

‘વઘારમા રાઈ મૂકું કે અજમો’?

            તેમા વળી પાછા ‘વેબ કેમ કેમેરા’. વર્ષગાંઠમા

દિકરીએ શું પહેર્યું છે તે મમ્મી અંહી કેમેરામા જુએ.

              દિકરી જે મોકલાવી છે અમેરિકા! માબાપને

કેટલુમ સુનુ સુનુ લાગે.

             હવે આવીએ પાછા લગ્ન ઉપર. વર્ષો પછી જોયા

તે પરિચિત પણ અપરિચિત. મગજનું કામ શરૂ. માનવામા

નહી આવે એ વખતની યાદ શક્તિને ધન્યવાદ ઘટે. હા,

કદાચ નામ યાદ આવતા સમય લાગે પણ યાદદાસ્ત દગો

ન દે.

     બીજું મોઢાની ભૂગોળ પણ વિચિત્ર લાગે. વાળ જો રંગ્યા  

ન હોય તો ત્રિરંગાની યાદ અપાવે. જો ચોકઠું ન પહેર્યું હોય

તો આખો ને આખો ખટારો નિકળી જાય. જો ચોકઠું હોય તો

અળખણ થાય એટલે મોઢામાં ગરબા ગાય.

         વાળ તો ગણી શકાય તેટલાજ દેખાય. ફાંદ હસે ત્યારે

તેમાં જે સ્પંદનો થાય તેનાથી હસવું ખાળવું મુશ્કેલ.

       સગાવહાલાના આવા હાલ જોઈ મને થઈ આવે એ લોકોનો

મારા માટે શું અભિપ્રાય હશે!

          હા, પણ કુટુંબીજનોને જોઇ આનંદનો અવધિ ઉછળે. તેમના

સુખી પરિવારની વાતો સાંભળવી. પોતાના પરિવારની વાત

જણાવવી. અરસપરસ સરનામાની અને ફોન નંબરની આપલે

કરવી. ફરી મળવાના વાદા કરવા.

    કેટલા પાળવા તેને હરિ ઈચ્છા પર છોડવું. ઘણા વર્ષો પછી

આ અનુભવ માણવા મળ્યો. આનંદનો અવધિ ઉછળ્યો કે પેલી

મિલનની શરણાઈ ગુંજી ઉઠી એ એક અગત્યનો પ્રશ્ન છે.

૧-૧-૧૧

January 1st, 2011

  નવા વર્ષના અભિનંદન

  આજની તારિખ છે ૧-૧-૧૧

  ૧  ધરતી

 ૧ ચંદ્ર

 ૧  સૂર્ય

 ૧   પરમાત્મા

 ૧ આંક જેનો ગુણાકાર અને ભાગા્કાર પણ

 ૧ હોય 

 ૧ જે પૂર્ણ છે.

 ૧  માતા

 ૧  પિતા

 ૧  અહમ

 ૧ તત

  એકડા વિશે શું કહવું. જો એક ન હોય તો મીંડાનું શું મહત્વ.

  આજનો દિવસ નવું વર્ષ લઈને તો આવ્યો. સાથે સાથે ખૂબ

અગત્યનો સંદેશો પણ લાવ્યો.

     એકલા આવ્યા, એકલા જવાના .  એકને નાનો યા કમ ન

સમજતા તેની અગત્યતા અને મહત્વતા સમજવાનો સમય

પાકી ગયો છે.

   આજનો ૧-૧-૧૧ નો શુભ દિવસ સહુને મંગળ મનોકામના.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.