પાબલો અને પેમ બંને પ્રેમ લગ્નથી પરણ્યા. હસતા નહી, અમેરિકામા તો પ્રેમ લગ્ન જ હોય.
હંમેશા હસમુખો પાબલો અને ખૂબ સુહાની લાગતી પેમ. જાણે પ્રભુએ બંનેને એકબીજા માટે જ ન
સર્જ્યા હોય?
જ્યારે પણ વાળ કપાવવા જાંઉ ત્યારે પાબલો ખૂબ હસતા મુખે સ્વાગત કરે અને ખૂબ
ચીવટ પૂર્વક વાળ કાપે. તેના પ્રેમની ઉષ્મા માણતા હંમેશા બે ડોલર બક્ષિસના વધારે આપવાની
એક બૂરી કહો તો બૂરી અને સારી કહો તો સારી આદત મને પડી ગઈ હતી.
પાબલો અને પેમ વચ્ચે એક જ ગાડી હતી તેથી જો મારો સમય સાંજનો હોય તો કોઈક
વાર પેમ ને મળવાની તક સાંપડતી. બંને પ્રેમ પંખીડાને સાથે ગાડીમા ઘરે જતા જોઈ મારું
મન પણ ભૂતકાળમા સરી પડતું.
સાંજના જવા ટાણે પાબલો ખૂબ અધીરો થતો. ડે કેરમાંથી જોડિયા બાળકને લેવાના હોય.
ભગવાન પણ તેમેના પર ખુશ હતા દિકરો અને દિકરી. એક ફટકામા બે રન મેળવીને પતિપત્ની
ખુશ હોય એ સ્વાભાવિક છે.
ઘણી વખત ઈચ્છા થતી પાબલો ને પૂછવાની કે તારા સફળ અને પ્રેમાળ દાંમત્યનું રહસ્ય
શું છે. આજે હું ખૂબ સમય કાઢીને આવી હતી. વાળ રંગવાથી માંડીને બધી જ સૌંદર્યની પ્રક્રિયા
કરાવવાની હતી.
જો કે આમ હું બહુ ખોટા પૈસા વેડફવાવાળી નથી. પણ આજે કોણ જાણે મન થયું. મન અને
બુધ્ધિ વચ્ચે રસાકસી પણ જામી. મોટે ભાગે બુધ્ધિ જીતે પણ મનુષ્ય સહજ સ્વભાવ આજે મન
જીતી ગયું. કહે કે મનખા અવતાર મળ્યો છે. કાયાની માયા સારી નહી. પણ કોક દિવસતો તારી
જાતને પ્યાર કરી તેને ખુશ કર!
લગભગ પાંચ કલાક સૌંદર્ય પાછળ ખરચવા અને ૨૦૦ ડોલરનો ધુમાડૉ કરવો એ સારી
તેમજ સાચી વાત ન હતી. વાત જોકે એમ હતી કે મોટો દિકરો ઘરે આવ્યો હતો ને કહે મમ્મી તું તારું
જરાય ધ્યાન નથી રાખતી. લે ૨૦૦ ડોલ્રર અને જરાક તારા પોતાના પર ખર્ચ કર!
રહસ્ય છતું કરી દીધું. પાબલોની સામે ખુરશીમા બેઠી કલાક ઝાઝા હતા તેથી વાત ની શરૂઆત કરી.
અરે એને તો મે અકબર, બીરબલ અને હજામ વાળી વાર્તા પણ કરી. એતો ફિદા થઈ ગયો.
પછી ધીરે રહીને મે પૂછ્યું પાબલો તારા સંસારની વાત કર. તું હંમેશા ખુશ રહે છે અને તારી
પત્ની પણ ખૂબ પ્રેમાળ અને સુંદર છે.
પાબલો એક મિનિટ તો ખચકાયો પછી કહે મારી સુખી જીંદગીની ચાવી સોનાની છે. મારી પત્ની
મસાજ પાર્લર ચલાવે છે અને હું વાળ કાપવામા અને નવી નવી રચનાઓ કરવામા પાવરધો. મારી પત્નીના
વાળ કાપવાથી માંડીને તેને કઈ હેર સ્ટાઈલ સરસ લાગે તે હુ બતાવું છું અને તેને સજાવું છું.
મારી પત્ની દરરોજ સાંજે સૂતા પહેલા મને પંદર મિનિટ તેના કોમલ આંગળાથી મસાજ આપે છે.
ભલેને અમારે ગમે તેટલા વિરોધી મત કેમ ન હોય . આ અમારો નિત્યનો ક્રમ છે.
જેથી અમે કદી પણ ઝઘડીને યા મોઢું ચડાવીને સૂતા નથી. બસ આગળ પાબલો કાંઇ પણ કહે તે
પહેલા હું બોલી ઉઠી અરે તમે બંને તો આદર્શ પતિપત્ની છે. મારી ભાષામા કહું તો એકમેકના————