હાર અને જીત એ તો છે જીવનની રીત
જિતેલી બાજી હારતા વાર નથી લાગતી
અભિમાનમા ચકચૂર એ જીવનની રીત
યાદ રહે ફુગ્ગાને ફૂટતા વાર નથી લાગતી
સમતા ધારણ કર સુંદર જીવનની રીત
મેળવેલું ગુમાવતા વાર નથી લાગતી
મધદરિયે સાહસિક તરે જીવનની રીત
કિનારે આવી ડૂબતા વાર નથી લાગતી
આશાઓના મહેલ ચણવા જીવનની રીત
જગમા નિરાશા સાંપડતા વાર નથી લાગતી
હારજીતમા સ્થિતપ્રજ્ઞતા જીવનની રીત