મારો મનગમતો —— May 20, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , trackback ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ ચાતુર્ય પર હું વારી જતી.
ચાણક્ય નિતિ એ ખૂબ મનભાવન વાક્ય હતું.
૧. અતિશય પ્રમાણિકતા સારી નહી.સીધા ઝાડ સહુ પ્રથમ કપાય છે.
સીધા માણસો ચુંગલમા ફસાય છે.
૨.”ગુરૂ મંત્ર” તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.
૩. દરેક મિત્રતામા ઝૂઝ અંશે ‘સ્વાર્થ’છુપાયેલો હોય છે.
મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.
૪. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સ્વાલ જરૂર પૂછજો.
૧.. હું શામાટે કરુ છું?
૨.. જેપણ પરિણામ આવે યા આવશે મને
૩.. સફળતા મળશે?
જો જવાબ સંતોષ જનક હોય તો જરુર કરજો.
૫. ભય જણાય તો હુમલો કરી નાબૂદ કરો.
૬. ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.
૭. પ્રભુ મંદિરમા બિરાજતા નથી. તમારા હ્રદયની
ભાવના જ ભગવાન છે.
૮. માનવ કર્મથી મહાન છે, જન્મથી નહી.
૯. મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આમ્ધળા માટે અરીસો.
૧૦. વિદ્યા,અભ્યાસએ પરમ મિત્ર છે. વિદ્યાવન સર્વત્ર પૂગયતે.
૧૧. ૫ વર્ષ સુધી બાળકને પ્યાર આપો.
૧૦ વર્ષનો થાય ત્યાં સુધી વઢો.
૧૬ વર્ષનો થાય ત્યારે મિત્ર બને.
પુખ્ત વયનો બાળક તમારિ જીગરી દોસ્ત છે.


Powered By
Comments»
no comments yet - be the first?