હસવાની મનાઈ છે May 18, 2008
Posted by pravinash in : હાસ્ય રસ , trackback- લેખક અને કવિઓનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
ખૂબ સુંદર માહોલ હતો.
એક બહુ વિદ્વાન કવિ મિત્રની ઓળખવિધિ ચાલી રહી હતી.
તેમના લંગોટિયા મિત્ર બોલ્યા. ચાલો હવે આપણે સાંભળીશું
આપણા વિદ્વાન અને અનુભવી લેખક “કામદાર”ની ઝલક
ભરી રસમય કવિતાઓ. તેમની શી ઓળખાણ આપું.તેઓ
કારખાનું છે .’કવિતાનું.’
હા તેમા થોડી અતિશયોક્તિ હશે? પણ મારાથી ન રહેવાયું.
ધીરે રહી ને કહ્યું , હા ‘એટલેજ મને હાથ વણાટનું ખાદી વધુ
ગમે . જેમા કલા અને વૈવિધ્યતા જણાય.
પૂજ્ય બાપુ એક વખત સાંજના સમયે રેંટિયા પર તેમનું
સૂતર કાંતી રહ્યા હતા. શાંત ચિત્તે કાંતતા તમના મનમા ઘણી
બધી આંટી ઉકેલાય. ભારત માતાને આઝાદી અપાવવી હતી.
એવામા બંગાળના સૂબાનો દિકરો મલવા આવ્યો. બાપુ,
પ્રણામ. થોડીવાર થઈ ,યુવાનથી રહેવાયું નહી. એને એમ કે
બાપુ તેની સાથે આશ્ચર્ય પામી વાતો એ વળગશે. ધાર્યો પ્રતિકાર
ન મળતાં ફરીથી કહે , બાપુ, હું બંગાળના સૂબાનો દિકરો.
બાપુ કહે, મહાદેવ આને ‘બે ખુરશી આપો.’ એ મોટો માણસ
છે.
આવી હતી આપણા પૂ. બાપુની મઝાક કરવાની આદત.


Powered By
Comments»
no comments yet - be the first?