Archive for May 28th, 2008

દુઝતો ઘા—–

May 28th, 2008

  
     આજે સવારથી ચેન પડતુ ન હતું. ભગવાનની દયાથી બાળકો તરફની કોઈ

    ફરિયાદ નથી. જુવાનીના ઉમંગથી તરવરાટવાળા, જીવનમા કશું કરી શકવાની

    ધગશથી ભરપૂર, સુંદર પત્ની અને પરિવારમાં સ્થાયી. પ્રભુ  હવે તને કાંઈ પણ

    આપવાની મરજી હોય તો આ બે હાથ જે કોઈને આગળ ધપવામા સહાય કરે. બે કાન
  
   જે કોઈની પણ દુઃખ દર્દ વાળી વાત સાંભળી શકે અને સમજી શકે. મુખડું ખૂલે ત્યારે

    પ્રેમ ભરી વાણી નિસરે. આંખો કુદરતના સૌંદર્યનું પાન કરી શકે, અન્યની અસહાયતા

    નિરખી તેને સહાયભૂત બની શકે.એ જ પ્રાર્થના.

       સુંદર પ્રભાત હતું. સૂરજ તેના સાત ઘોડાના રથ પર સવાર થઈ સૃષ્ટિને નિહાળવા

    નિકળી ચૂક્યો હતો. બારીમાં ઉભી હું આ મધુર દૃશ્ય માણી રહી હતી. અચાનક મારી

    જમણી આંખ ફરકી રહી. વહેમમા કદી માનતી નથી. અવિનાશની યાદ આવી અને

     આજે બરાબર તેર વર્ષ અને ત્રણ મહિના થયા હતા.પ્રિતમ નજર સમક્ષ અને દિમાગમા

     વસી ગયો હતો. કેવી રીતે તેને વિસરાય. જેની સંગે જીવનના મધુરા ૩૦ વર્ષ ગાળ્યા

      હોય.

       પ્રાતઃકર્મથી પરવારી હું વાંચવાનું પુસ્તક લઈને બેઠી. એકલારામને રસોઈની

       ચીતા બહુ હોય નહી. શાળામા હવે રજા પડી ગઈ હતી. પુસ્તક હાથમા હતું પણ

       મગજ ઘોડા દોડાવતું હતું. મારે સમય વ્યવસ્થિત રીતે પસાર કરવો છે. વૃધ્ધો

      ના ઘરોમા જઈઅશ તેમની વાતો સાંભળીશ. હોસ્પિટલોમા જઈ દરદીઓની મુલાકાત

      લઈ તેમના પર વહાલ સોયો હાથ પસવારીશ. પ્રવિણા બેસી રહે નહી ચાલે. હવે,

    કાઢ્યા  એટલા નથી કાઢવાના . હર કદમ મૃત્યુ તરફ જઈ રહ્યું છે. ખાત્રી પૂર્વક

      કહું છું બીજી કોઈ દિશા હવે ખુલ્લી નથી. જીવન સફળ કરવાના પ્રયત્ન ચાલુ રાખ.

             વિચારોમા ગરકાવ તન્દ્રા અવસ્થામા સોફા પર બેઠી હતી. ફોનની

      ઘંટી વાગી. કોડલેસ ફોન ચાલતો ન હતો તેથી સોફા પરથી ઉઠ્યા વગર છૂટકો

       ન હતો. હલો, પ્રવિણા તને સમાચાર મળ્યા? કારણ વગર કોઈને ખાસ ફોન

       કરતી નહી તેથી આવે પણ ઓછા. મને નરસિંહ મહેતા ખૂબ ગમે તેથી તેમનું

      પેલું સુંદર ભજન યાદ આવ્યું. ભલુ થયુ ભાંગી ઝંઝાળ ,સુખે ભજશું શ્રી ગોપાળ.

   ફોન ઉપર અવાજ જાણીતો હતો. સ્મિતા, હા બોલ શેના સમાચાર. અરે આપણા

      વર્ગમા વનિતા હતીને તેના પતિ————–. અરે વનિતા, શું કહે છે?

    હમણા બે દિવસ પહેલા તો ‘તાજમા’ જમવા ગઈ ત્યારે મળેલા. બંને જણા કેટલા

      ખુશ ખુશાલ હતા. મારે માટે કેટલો બધો જીવ બાળતા હતા. શું થયું તેમને? અરે

     રાતના વાનખેડેમા ક્રિકેટ મેચ જોઈ રસ્તામા ગઝીબોમા ખાવા ગયા. વનિતા કપડા

      બદલતી હતી અને મહેશ ખાટલા પર આડો પડ્યો. બસ ,તે તો કાયમ માટે સૂઈ

      ગયો. —————

       હજુ તો વાત પૂરી સાંભળુ ત્યાંજ મારા હાથમાંથી ટેલીફોનનું રિસિવર છટકી ગયું.

    હું જમીન પર ફસડાઈ પડી, હે ભગવાન તું મને ક્યારે—————

    આ ઘાને ક્યારે મલમ લગાડીશ કે જેથી રૂઝ આવે——————       

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.