ભલે ને અમે કાળી મજૂરી કરતાં
અમારા મુખ પર હાસ્ય ના વિલાતાં
અરે સાંભળો આ જિવન તો એક ખેલ છે
અમારો શું વાંક કે અમારા આ હાલ
માતા પિતા અમારા જુઓ બેહાલ
હા આ જિવન તો એક ખેલ છે
ભણવું હોય છતાં રોટલા ખાતર
નાના ભાઈ બહેનોની હંસી ખાતર
આ જિવનનો ખેલ ખેલવો છે
જો તમારા દિલમાં પ્યાર હોય
અમારા માટે જો ભાવ હોય
આવો આ જિવન ખેલમાં સામિલ થાઓ
ખેલમાં હાર પણ હોય યા જીત
કિંતુ ખેલ ખેલમાં પામીશું પ્રીત
અરે સાંભળો, આ જિવન એક ખેલ છે
જિવન એક ખેલ છે
June 23rd, 2007 by pravinash Leave a reply »
Advertisement