શું વાવ્યું ને શું પામ્યા
થોર પર ગુલાબ આવ્યા
મોગરાના સાપ આજે રિસાયા
રાતે રાતરાણી બાગમાં મુરઝાયા
ધતુરાના ફૂલ સુગંધે ઉભરાયા
કેવડિયાના કાંટા ન ચુભાયા
લજામણીના મસ્તક ઉંચકાયા
કમળ ઝરણાંમાં ખીલી ઉઠયા
ચાંદનીએ ઉકળાટ ફેલાવ્યો
સૂરજ મધ્યાહને શિતળ થયો
મેઘધનુષના રંગ ગાયબ થયા
વાદળાં શાંતિથી ગરજી ઉઠયા
૨૧મી સદીના પ્રાંગણમાં આજે
આંખોએ નવા તમાશા ભાળ્યા
વાવો પામોના સમીકરણો બદલાયા
વાવો-પામો
June 8th, 2007 by pravinash Leave a reply »
Advertisement
it’s remind me” AKHO”