( ખૂબ સુંદર અતી સરળ ભાષામાં દેહ અને આત્મા નો સંબધ વાંચો અને માણો)
તું મુઝમાં છે હું તુજમાં છું
હું અને તું ભિન્ન નથી
તને મળવાને તને પામવાને
આથી સરળ મંઝિલ નથી
તારા વિના હું ગાયબ છું
મારા વિના તું સ્થિર નથી
તુજમાં મુજમાં કોઈ ભેદ નથી
અસ્તિત્વનું આવરણ નથી
તારી ઉન્નતિ મારી પ્રગતિ
હર કદમ ઉપર મુસ્તાક બની
તારે સથવારે મારે સહારે
ફૂલવાડી જીવનની હરીભરી
તું વ્યાપક છે હું સિમિત છું
ચૈતન્ય રૂપે બ્રહ્માંડ મહીં
‘ગીતામાં’ક્રુષણની સાક્ષી પૂરી
યુગયુગથી વેદ આલેખી રહ્યું
તું શાશ્વત છે હું નાશવંત છું
તારું મારું ઐક્ય અનૂપમ છે
આપણ બંનેની જુગલજોડી નું
ધરતી પર કોઈ મોલ નથી
દેહ બની હું વિચરું છું
આતમ બની તું ઘરમંહી
સુખમાં દુખમાં સહભાગી બની
ઈશ્વરની ખોજ છે જારી રહી
good