Archive for October 15th, 2010

માતાની આઠમ

October 15th, 2010

 

માતાની આઠમનો મહિમા જે ઉજવે તેને ખબર હોય. સવારથી નીમ્મી

ઘર શણગારવામા પડી હતી. રાતના પૂજન પછી લગભગ ૧૨૫ માણસ

જમનાર હતા.

           અમેરિકામા હતી પણ ડોલર સારા એવા ભેગા કર્યા હતા તેથી તેને

જરાપણ ચીંતા ન હતી. ‘ગઝીબો’ના બે કોક રસોઈ કરવા આવી ગયા હતા.

ત્રણેક મેક્સીકન કામ કરવા બોલાવી હતી.

    નિમ્મીને તો ખાલી પ્રસાદનો શીરો બનાવવાનો હતો તે પોતાની મમ્મીની

રેસીપી પ્રમાણે બનાવી લીધો. સુકામેવાનો થાળ તૈયાર કર્યો. ફળના પણ ટોપલા

ભર્યા હતા. કાપેલું ફળફળાદી લોકો બગાડે છે તેથી નાની કટોરીમા કાપેલું રાખી

બાકી બધાને જવા ટાણે પ્રસાદી રૂપે આપવાનું હતું.

              ઘર આખું સુંદર સજાવ્યું હતું. ઠેર ઠેર મિણબત્તીઓ અને દિવડા પ્રગટાવી

ગર ઝળાહળાં કર્યું હતું. નીમ્મીની મમ્મી સરસ સાડિ મુંબઈથી લાવી હતી તે પૂજામા

પહેરવાની હતી.

      નિરવ હસતું મોઢું રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નીમ્મી ખુશ રહે તેજ તેને માટે

અગત્યનું હતું. બે દિકરા અને વહાલસોયી દિકરીની નીમ્મી ‘મા’ હતી.

                     નિરવને એક બહેન અને એક ભાઈ હતા. તે ઘરમા સહુથી નાનો પણ પૈસે

ટકે સહુથી સુખી. મોટા ભાઈ અને બહેને નિરવની પ્રગતિ માટે પાછું વળીને જોયું ન

હતું.

તેના પપ્પા નિરવને ઘોડિયામા હતો ત્યારના વિદાય થયા હતા. નિરવની પ્રગતિથી

સહુ ખુબ ખુશ હતા. પણ રાજ્ય નીમ્મીનું હતું તેથી કાંઇ બોલતા નહી. નીમ્મીને તો

કાંઇ ફરક પડતો ન હતો પણ નિરવ દુખી થાય તે કોઈ હિસાબે મંજુર ન હતું.

               નિરવની મા અમેરીકા આવી હતી. આમ તો નીમ્મી નિરવની હાજરીમા

કાંઇ ન કરતી પણ તેની ગેરહાજરીમા અવગણના કરતી તે સહન ન કરી શકી.

      ધીરે ધીરે અંદરથી ખવાતી ગઈ. નિરવ પૂછે ત્યારે કશોજ જ્વાબ ન આપતા

અંહી મન નથી લાગતું કહી વાત ઉડાવતી.

               માને આગ્રહ કરીને દિવાળી કરવા રોકી હતી. નીમ્મી ઈછતી ક્યારે વિદાય

થાય પણ નિરવ તેનું સાંભળતો નહી. શ્રાધ્ધના દિવસોમાં નિરવના પિતાના શ્રાધ્ધ

ઉપર ‘ આ બધા ધતિંગ’ કહિને વાત ઉડાવી દીધી.

        ખલાસ કુમુદબહેન , નિરવના મા પડી ભાંગ્યા. અને ચોથા નવરાત્રે હોસ્પિટલ

ખસેડવા પડ્યા. માતાની આઠમ નો પ્રોગ્રામ પહેલેથી કરેલો હતો એટલે કાંઇ મુલતવી

ન રખાય.

       પૂજાનો સમય થયો અને નીમ્મી અને નિરવને પૂજામા બેસવાનુમ હતું. નિરવે

પોતાના દિકરાને કહ્યું મમ્મીને મનાવજે કે પુજામા આજે મારે બેસવું છે.

                પૂજાની વિધિ દોઢ કલાક ચાલવની હતી . નીમ્મીથી નજર બચાવી એ દોઢ

કલાક પોતાની ‘મા’ જોડે હોસ્પિટલમા જઈ ગુજારી આવ્યો.

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help