Archive for October 11th, 2010

કત્લેઆમ

October 11th, 2010

 

   આમ તો આજનો દિવસ કત્લેઆમ નો હતો. જો મેં મારી

વિચારશક્તિ નો અભિગમ ન બદલ્યો હોત તો હું રડવા

સિવાય બીજુ કાંઈ ન કરત.

            પણ રડે એ બીજા. આનંદ મંગલ ન મનાવું ? ખબર

હતી કે સમુહમા કત્લેઆમ, શિરચ્છેદ થવાનો છે. હસીને મરવું

કે રડી ને તો પછી હસવું જ શું ખોટું  .

       અંતિમ સમયે મારી સાથે મારા સગા વહાલાં , ભાઈબંધ

અને પૂર્વજ સઘળા સાથે હોવાની હૈયે ધરપત હતી. માત્ર સાથ,

બાકી દરેકનું મોત અલગ અલગ.

              ખુશીની વાત તો એ હતી મૃત્યુ પછી પુનર્જીવન પ્રાપ્ત

થવામાં ઝાઝો સમય નહોતો લાગવાનો. મારું અસ્તિત્વ મિટાવી

વળી પાછો હું રમણ કરવાનો. જ્યાંથી ઉદભવ હતો ત્યાંથી પાછો

નવપલ્લવિત થવાનો. હવાનો ઝોકો અને સૂર્યના કિરણ સંગે ગેલ

કરવાનો.

           જો નસિબ સારું હશે તો આ વખતે કદાચ આવરદા લાંબો

પણ હોય. મારા અસ્તિત્વ પર મને ગર્વ છે. કુદરતની કૃતિમા હર

એક ચીજ અમૂલ્ય છે. દરેક ચીજ પોતપોતાને સ્થાને શ્રેષ્ઠ છે.

               ‘કીડીને કણ અને હાથીને મણ’ ને પણ એ જ કુદરતનો

નિયમ લાગુ પડે છે’. મને ખબર છે આમ સાવ સામાન્ય પણ

આવી સુંદર વાત કોણ સમજાવે છે. મને ન ઓળખ્યો ! અરે હું

છું ઘાંસનું તણખલું. આજે બાગમા ઘાંસ કપાવાનું. બોલો મારો

શિરચ્છેદ થયો કે નહી અને તે પણ સમુહમાં.

              લીલા ભગું સુકું બળે તે ઉક્તિ મુજબ હું મારા પરિચિતો

જે સૂકાઈને ત્યાં હતા તે બધાની જમાત મા ભળી ગયો. પાછો

ઉડીને હું એ જ બાગમાં માટી સાથે મળી મારું અસ્તિત્વ ગુમાવી

ખાતર બની ફરી પાછું હવા સાથે ઉગીને લહેરાઈશ. સૂર્ય કિરણ

સંગે ગેલ કરીશ.

            હવે તમે માન્યું ને કે શામાટે હું મૃત્યુનો મહિમા ગાતો હતો.

માનવ ખબર નહી તારા અને મારામાં કેટલું સામ્ય છે. બાકી મૃત્યુ

અનિવાર્ય છે. અને પછી જનમ પણ થવાનો——

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.