jump to navigation

ટિખળ June 19, 2007

Posted by pravinash in : હાસ્ય રસ , trackback

images14.jpg

   અરે ભાઈ શું કરવું? આ અમારા ટિખળભાઈ છે ને તેમને ટિખળ કરવાની આદત.
   પણ જો કોઈ એમની ટિખળ કરે તો તેમને વાંકુ પડે.
    એકવાર અમારે ત્યાં ગામડેથી કંકુબેન આવ્યા. નહાવા ગયા ચોકડીમા ઠંડા પાણીનો
    નળ બતાવીને કહે આ ખોલશોને માસીબા ગરમ પાણી આવશે. ભર ઠંડીનો સમો હતો
    બિચારા માસીબા ઠરી ગયા. બીજી નાની એક બે ટિખળ કરી. માસીબા ભલે ગામથી
    આવ્યા હતા. ગમાર ન હતા. છીંકણીની ડબ્બી સાથેજ હોય. એવી સારયમાંયની
    છીંકણી સુંઘતા. તેમને તો ટેવ હતી.
     ટિખળભાઈને પાઠ ભણાવવો હતો. ખૂબ દાબીને ભરી. અને ટિખળભાઈ પાસે પહોંચ્યા.
   ભાઈલા’ આ ડબરી ખોલી દેને’. ડબ્બી ખૂબ સહેલી રીતે ખૂલે તેવી હતી. ટિખળભાઈ એટલું
     બધું જોર કર્યું કે છિંકણી ડબ્બીમાંથી બહારપડીને એટલી બધી ઉડી કે તેમની છીંકો વીસ
    મિનિટ સુધી બંધ ન થઈ. માસીબા તાળી પાડીને કહે, મેર મુઆ મને હસતો હતો. લે
    લેતો જા. ગુસ્સામાં લાલચોળ ટિખળભાઈ એલફેલ બકવા માંડ્યા.
     ત્યારથી ટિખળભાઈને પાઠ ભણવા મળ્યો. જો ટિખળ કર્વી હોય તો સહન પણ કરતાં
    શીખો.   

Comments»

1. - June 19, 2007

is it your own(writng) production?( jike). if it is.. you are writing good jokes


 Type in