વિચારના વહેણ

December 5th, 2007 by pravinash Leave a reply »

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે
કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો
સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?

શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.
હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર
વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે
કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.

વિચારના વહેણ

Advertisement

3 comments

  1. આ તમારા વિચારો છે કે પછી કોઈના વિચારોને તમારા બ્લૉગ પર મૂક્યા છે? સ્પષ્ટતા કરશો.

  2. pravinash says:

    મોટા ભાગના વિચાર મારા છે. હા, ક્યાંક કશું વાંચ્યું હોય તો તેને

    વિસ્તારીને લખ્યું છે.

    આપના સીધા સવાલ માટે આભાર.

    visit http://www.pravinash.wordpress.com

  3. બેધડક સીધું પૂછી લેવાનું કારણ આ વિચારો ઘણા બધા બ્લૉગ પર મૂકવામાં આવ્યા છે, કોઈએ મૂળ સ્ત્રોત દર્શાવ્યો નથી.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.