ખતરનાક

May 25th, 2010 by pravinash Leave a reply »
 ૨૧મી સદીમા સહુથી   ખતરનાક અને કાતિલ રોગ હોય
તો તે ‘તનાવ’  ( Stress) છે. જેને માપવું યા ગંભિરતા
જાણવી મુશ્કેલ છે.  તેના કારણ અગણિત છે.
      માનસિક, શારિરીક, સંસારીક કે પછી વ્યવહારીક.
કામધંધાને કારણે.  આ પરિસ્થિતિમાં વિચારો ઍટલી
ઝડપે ચાલતા હોય છે કે સામાન્ય માનવ તેના મગજની
સમતુલા ગુમાવી બેસે છે. આનો સામનો બે રીતે થાય તમે
ક્યાં તો તેને ‘લડત’ આપો અથવા તો તેનાથી ડરી ને ‘ભાગી
જાવ’.
        જેને પરિણામે શરીરમાં ખાંડનું પ્રમાણ વધે, (મધુપ્રમેહ)
શ્વાસ લેવાંમાં તકલિફ,  લોહીનું દબાણ વધે ( બ્લડ પ્રેશર),
હ્રદય રોગનો હુમલો અનુભવાય. વ્યક્તિ જ્યાં ત્યાં ફાંફા મારે,
માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે ( Demand & Supply)
માંગ વધતા પુરવઠાને પહોંચી વળવા માનવ જે આંધળી દોટ
મૂકે છે ત્યારે તેના ખ્યાલ બહાર રહી જાય છે અને તનાવનો
શિકાર બને છે. લાગણીશિલતામાં તણાઈ તનાવની તિવ્રતાનો
પંજામાં ફસાય છે. ઘણીવાર વધારે પડતી ચોકસાઈ માનવના
 હાલ ભુંડા કરે છે. સમાધાન વૃત્તિનો સદંતર અભાવ. ધંધા યા
નોકરી પર સમય મર્યાદાની પાબંધી. આ બધા કારણોસર માનવ
તનાવ નામના અજગરની ચુંગલમાં એવો ફસાય કે પછી તેનથી
છૂટવા આખી જીંદગી દવાની ગોળીઓ ગળ્યા કરે.
       શરીરના અંગો જકડાઈ જવા, પીઠનો દુખાવો, માથાનો દુખાવો,
શરીરમા તેજાબ તત્વની તીવ્રતા અથવાતો ચાંદા પડવા. સતત
તનાવ અનુભવવાનો અંજામ ખતરનાક છે. નાના, મોટા ગમે તે હોય
આ બિમારી આસાનીથી તમને સંકજામા લઈ શકે છે.  
      આ બિમારીનો ભોગ બનનાર ને ઘણી ચેતવણી મળે છે કિંતુ તેને
સહજ ગણી આંખ આડા કાન કરવમા સફળતા પ્રાપ્ત થાય છે. જ્યારે
તે હદ બહાર ગુજરી જાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
        મિત્રો આજે આ વાંચીને વિચાર કરો અને કાલે શું કહીશ તેનો
ઇંતજાર——  
Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.