“ટાટા” નામથી મુંબઈગરા કે હિંદુસ્તાની કોણ અજાણ્યું છે?
યાદ હશે પારસીઓ જ્યારે સંજાણ બંદરે ઉતર્યા ત્યારે ત્યાના
રાજાએ દુધથી છલો્છલ ભરેલો પ્યાલો મોકલ્યો હતો. પારસીઓ
ના વડાએ તેમાં સાકર ભેળવી પાછો મોકલ્યો અને કહેવડાવ્યું
“દુધમા સાકર ભળે તેમ અમે તમારા રાજ્યમાં સમાઈ જઈશું.’
એ કોમના શ્રી રતન ટાટા . ૨૦૦૮ની, ૨૭મી ડિસેમ્બર અને તાજમાં
થયેલો આતંક્વાદીઓનો આતંક કાળા અક્ષરે મુંબઈના ઈતિહાસમા
કોતરાયેલો છે.
તે પ્રસંગને આપણા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાએ કેવો સુંદર શિરપાવ
દ્વારા નવાજ્યો. નથી કોઈ સમાચાર સંસ્થા કે ટેલિવિઝને તેના પર પ્રકાશ
પાથર્યો. સુરજને કેમ ઢાંકી શકાય. તેમના દિલની ઉદારતા, જેના પ્રતાપે
આટલી સમૃધ્ધિ પામ્યા તે સર્વેને પુરસ્કાર રૂપે નાણાની કોથળી ખુલ્લી મૂકી.
જે પણ વ્યક્તિ જાણીતી યા અજાણી , ગરીબ યા તવંગર,ઉંચ યા નીચના
ભેદભાવ વગર સર્વેને સહાય મળે તેવી વ્યવસ્થા. મૃત પામેલાના પુરા પરિવાર
માટે જીંદગી ભરની જવાબદારી. ગરીબની હાથલારી કે બિમારની સારવાર શું
શું વર્ણવું. માત્ર બે હાથ જોડી મસ્તક નમાવી તેમનો આભાર. જે શબ્દ તેમની
દરિયાવ દિલની વિશાળતા પાસે ખૂબ નાનો લાગે છે.
તેમણે જે સુંદર પગલાં ભર્યા છે તેનું વર્ણન કરવું તેમારી શક્તિની બહાર
છે. ગુજરાતના ગૌરવ સમાન શ્રી રતન ટાટાને તેમના પૂર્વજોને અને આવતી
પેઢીને પણ ધન્યવાદ. રતન ટાટા જેવા સુંદર વ્યક્તિને જન્મ આપનાર તેમના
માતા પિતાને અભિનંદન ન આપું તો હું કૃતઘ્ની કહેવાઉં. બસ ત્યારે રજા લઈશ.
હિંદુસ્તાન આવા સુંદર વ્યક્તિને કારણ આજે દુનિયામા અપૂર્વ સ્થાન પામ્યું
છે તેમાં અતિશયોક્તિ નથી.