Archive for May 30th, 2010

હળવો કેમ બનાવીશું?

May 30th, 2010

 

  ‘તનાવ’થી છૂટકારો મેળવવૉ એ આપણા હાથમાં છે.  એને હળવો બનાવવા માટે સજાગ રહીને પ્રયત્ન કરવો   જરુરી છે. તનાવ માટે ઘણીવાર એકલતા યા તો એકાકીપણું જવાબદાર હોઈ શકે. જીંદગીમાં નિયમિતતા આણવી ખૂબ જરૂરી છે. આળસ નામનો અજગર જીંદગીને તેની ચુંગલમા અરાબર ફસાવે છે. આત્મવિશ્વાસનો અભાવ  એ તનાવ માટે જવાબદાર છે.

       મગજને હંમેશા નવીનવી પ્રવૃત્તિથી નવાજવું. હ્રદયમાં ઉઠતા તરંગો અને ભાવના પ્રત્યે બેરહમી ભર્યું વર્તન નહી સહાનુભૂતી પુર્વકનું આચરણ. અંતરના અવાજ ને સાંભળવો. કાર્યના ક્ષેત્રમાં આદર્શનું પાલન. સફળતા અને વફાદારી પૂર્વક કાર્યની લગન. નિયમિતતા અને સમૂહમા થતા કાર્યની અસર ખૂબ સુંદર હોવામા બે મત  નથી. સમુહમા, સહયોગથી થતા કાર્યની ચમત્કારિક અસર જણાશે.  તનાવ નજદિક ફરકવાની હિમત પણ નહી કરે. સુસંગતતા,તર્કબુધ્ધિ, કાર્ય પ્રત્યેનો અભિગમ દૃષ્ટિકોણમા જણાતી સ્વસ્થતા, વર્તનમા સુમેળ આ દરેક સવળા પાસા જણાશે.

       સમુહમા થતી દરેક સિધ્ધિ સરખે ભાગે વહેચવી અને મુસિબતોનો સાથે બેસી ઉકેલ શોધવો. છણાવટ કરી તેના ઉપાય મેળવવા. સમૂહમા કાર્ય કરવાથી પ્રેમ અને સમર્પણની ભાવનાનો ઉદય થાય છે. હાથ નીચેના કાર્યકર્તાઓને જશના ભાગીદાર ખુલ્લાદિલે બનાવી તેમની પ્રશંશા અચૂક કરો. જ્યારે નેતૃત્વ લીધું હોય ત્યારે ખૂબ ખંત અને ઉત્સાહપૂર્વક તેનું સંચાલન કરો. ત્યાગની ભાવના સાથેનુ સમર્પણ એ વિશાળતાનો  આધાર સ્થંભ છે. તેનો ફાયદો એ છે કે આળસ દુમદબાવી ભાગે છે અને સમય તથા શક્તિનો વ્યય અટકે છે. માર્ગમા આવતા અવરોધો આસાનીથી હટી સરળ બને છે. જાગ્રતતાનો ઉદય થાય છે. નિયમિતતાનો સંચય અને આત્મવિશ્વાસ  વધે છે. કાર્ય પ્રત્યે પ્રેમનું સિંચન થવાથી કાર્યમા સફળતાના શિખર સર થાય છે.

             તનાવથી બુધ્ધિ મંદ બને છે. સાંધા તૂટવા, શ્વાસમા  અનિયમિતતાનું પદાર્પણ. આંખોમા થાક અને દૃષ્ટિમા મલિનતા પ્રવેશે છે. પ્રેમની જગ્યા ધિક્કાર લે છે.આનંદને બદલે ઉશ્કેરાટનો અનુભવ. દયા અને લાગણીનું સ્થાન અદેખાઈ પચાવી પાડે છે. શાંતિ ને બદલે   ાશાંતિ ઘર કરે છે. તનાવના ચક્રવ્યૂહમાંથી નિકળવા માનસિક તથા શારિરીક શાંતિની આવશ્યકતા. શરીર પંચકોષનું બનેલું છે. ૧.  અન્નમય કોષ,  ૨.  પ્રાણમય કોષ  ૩. મનોમય કોષ,  ૪.વિજ્ઞામય કોષ અને ૫. આનંદમય કોષ.   જેટલી તનાવની તિવ્રતા વધારે તેટલું લોહીનું દબાણ વધારે, ચીંતા વધારે અને જીવન પ્રત્યે ઉભો થતો અણગમો.

        પંચકોષ ઉપર કેમ નિયંત્રણ કરવું તે હવે પછી.=========

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help