વાહ ૨૧મી સદી તારી કમાલ એક એક શબ્દ ઉપર વિચાર
કરજો. ૨૧મી સદીમાં માનવ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે?
ઉંચા મકાન બાંધ્યા અને છીછરા મિજાજ- સહનશક્તિનો અભાવ.
પહોળા રસ્તા બનાવ્યા અને સાંકડા મન. (મંતવ્ય)
ખર્ચો રૂપિયાનો આવક આઠ આના.
કાગળ કરતાં પ્લાસ્ટિકનો અનહદ ઉપયોગ.
ખાવા કરતાં એઠવાડ વધારે.
ખરીદી ઢગલા બંધ અને વપરાશ ઝૂઝ.
વિદ્યા વધી (કોલેજનિ ડીગ્રી) સામાન્ય જ્ઞાનનો અભાવ.
મુસિબતો વધી બહાર નિકળવાના રસ્તા ન જડ્યા.
રોગો વધ્યા, શરાબ પીવાની આદતે માઝા મૂકી, બીડી યા
સિગરેટ પાછળ ધુમાડો, બેસુમાર ખોટા ખર્ચા,મોંઘવારી એ
આંધળિ દોટ મૂકી, લજ્જા ગાયબ, વ્યાભિચાર છડે ચોક, ગાડીની
ઝડપ તેજ, સૂવાનું મોડું, ઉઠવાનો કોઈ નિયમ નહી, છૂટાછેડા
શીંગચણાની માફક સસ્તા, ટીવી ૨૪ કલાક, સેલ ફોન સંડાસમાં
પણ, ખરીદી બેફામ, સંગ્રહ ઘણો, પ્યાર કરવાનો ય આપવાના
સમયની તાણ, અદેખાઈ ડગલેને પગલે, ધિક્કાર રગરગમાં,
બાળકો માટે સમય નહી.
ઢગલે પૈસા કમાતા આવડ્યું . સુંદર સંસ્કારી જીવતા નહી.
આયુષ્ય લાંબુ કર્યું પણ જીવનમાં મહેક ગુમાવી.
ચાંદને આંબ્યા પણ પાડોશીથી અજાણ.
વિશ્વની ખોજ આદરી ખુદને ન પહેચાન્યા.
પરાક્રમો કરવામાં શૂરા, નાની બાબતોમાં અટવાણા.
ઝડપી ખાવાનું, જીમમાં પચાવવાનું. સેલ ફોનનો વાયરો-
છીછરા સંબંધો, વિશાળ મહેલ જેવા ઘર, ટૂટતા કુટુંબ, મોંઘી દાટ
રજાઓ. સત્કાર્યમાં પૈસાની તાણંતાણ. હોટલોમાં પૈસાનો ધુમાડો
દાન કરવામાં ગલ્લા તલ્લા. એક રાતનો વાસ, અથાણાની બરણી
જેવાં (પીપડા) શરીર. ઢગલા બંધ દવાની ગોળીઓ. દેખાદેખી અને
અદેખાઈની ખાણ.
પળભરમાં મિલનની આસાની ( કમપ્યુટર) ક્ષણમાં વિરહ.
જોયા વગર દિલ મળવા જોઈને બાંધેલા સંબંધ તકલાદી.