આઇસક્રિમના ભજીયા
સામગ્રી”
૧. વેનિલા આઇસક્રિમ ,કેસરનો આઇસક્રિમ.
૨. ચણાનો લોટ
૩. લાલ મરચું, હળદર,મીઠુ, ધાણાજીરૂ.
૪. તળવા માટે તેલ. સ્વાદ પ્રમાણે હીંગ.
રીત.
૧. આઇસક્રિમને ફ્રીઝરમાંથી કાઢી ચમચા વડે નાના ગોળ બોલ
બનાવી એક કચોળામા પાછા ફ્રીઝરમાં મૂકવા.
૨. ચણાનો લોટનું ભજીયાનું ખીરુ પલાળવું.
૩. તેમાં બધો મસાલો સ્વાદ પ્રમાણે નાખી લગભગ
કલાક રાખવું.
૪. પેણીમાં તેલ મૂકી ,તેલ ગરમ થાય એટલે બે ટેબલ સ્પુન
કડકડતું તેલ નાખી ભેળવવું.
૫. ફ્રીઝરમાંથી આઇસક્રિમના બોલ કાઢી જેટલા પેણીમા સમાય
તેટલા ખીરામાં બોળી તરત તળવા. વધારાના પાછા અંદર મૂકી
દેવા.
૬. ગરમ ગરમ ખાવા. બહારથી ગરમ અંદરથી ઠંડા. ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
ચટણીની પણ યાદ નહી આવે.
૭. બનાવો ત્યારે મને જરૂરથી બોલાવશો!