દિકરી વળાવ્યાનો મહિમા જૂનો શિરસ્તો છે
દિકરો પરણાવી રુમઝુમ કરતી વહુથી રિશ્તો છે
દિકરીનું કન્યાદાન આપવાનો સુંદર લ્હાવો છે
દિકરો પરણાવી વહુના કુમકુમ પગલાં ધારો છે
દિકરી માબાપની આંખનો ટમટમતો સિતારો છે
દિકરો દેવનો દીધેલ કુળનો ઝળહળતો દિપક છે
દિકરીને પાનેતર પહેરાવી માબાપ વળાવે છે
વહુને ચુંદડી ઓઢાડી સાસુમા આવકારે છે
દિકરી હોય યા દિકરો માતાને દર્દ સમાન છે
દિકરા અને દિકરી વચ્ચે અંતર અસમાન છે
૨૧મી સદીનું ગર્વથી મસ્તક ઉન્નત છે
દિકરો યા દિકરી માતા પિતા પ્રસન્ન છે