ભજીયા

May 22nd, 2010 by pravinash Leave a reply »

      ભજીયા નામ વાંચીને એવો એક પણ ગુજરાતી નહી

હોય જેના મોઢામાં પાણી ન આવે. પછી તે કાંદાના હોય,

બટાકાના કે કંદના.  ઝરમર યા તોફાની મેઘ હોય, હવામા

ઠંડી માદકતા હોય અને બારીની બહાર નજર હોય ત્યારે

યાદ આવે  ગરમા ગરમ ભજીયાની મહેક.  નસિબ પાધરા

હોય અને ઘરવાળી હોંશીલી હોય તો કદીય ના સાંભળવાનો

વારો ન આવે.

           બાકી તો ઘરમાં બટાકા નથી. તમે મદદ કરાવો તો

બનાવી આપું. જાણે બનાવશે ત્યારે પોતે માત્ર સુંઘશે. જો

ખાનગી વાત કહું બનાવે પતિ , પ્રિતમ યા પરિવારને નામે

પણ કરતાં કરતા એટલા ઝાપટે કે જ્યારે બધા લિજ્જત માણે

ત્યારે ‘તમે ખાવને હું તમને જોઈને આનંદ માણીશ’ એમ કહે.

             ભજીયા, પકોડા યા અમેરિકાન ચિકન નગેટ છે  તો બધા

કુટુંબી. પણ સહુથી સુંદર નામ છે ‘ભજીયા’. રખે માનતા તે કરાવે

‘કજીયા’.   હા, જો તમે સાચવીને ન ખાવ તો ખબર છેને પરિણામ

શું આવે? ભાવે તો ખૂબ જ, એમાં વળી સાથે કોથમીર ફુદીનાની

તમતમતી ચટણી હોય તો સોનામાં સુગંધ મળ્યા જેવું લાગે. જો

કે આજની પ્રજાને બધાની સાથે જોઈએ મેગીનો ‘ટોમેટો સોસ’.

                   ભજીયાના વિધવિધ પ્રકાર છે.  કદી બનાવી જોજો

કેળાના કે પેલી હાફુસ કેરીના. મોઢામાં પાણી આવી ગયું ને?

રીગણ, અજમાના પાન, કાકડી, ભીંડા ખૂબ સ્વાદિષ્ટ લાગે.

કદી આઈસક્રીમના ખાધા છે?  તેની લિજ્જત તો કાંઈ ઔર

છે.  શનિવારની સવાર છે, મનગમતો સાથ છે.શ્રીમતિજી

નો મિજાજ ઠેકાણે છે. ફરમાઈશ મૂકી જુઓ કદાચ જમવાને

ટાંકણે મળે પણ ખરા.

                 ભજીયા ખાવા સારા આપવા નહીં. એ ખૂબ ગંદી

આદત છે. કદાચ ખ્યાલ પણ નહી હોય આપનાર વ્યક્તિ તો

ભૂલી જાય છે પણ જેને આપ્યું હોય છે તેને માટે વિસરવું અતિ

કઠીન છે. બને ત્યાં સુધી દરેક વ્યક્તિને શંકાની નજરથી ન જુઓ.

જેમ આપણને સારું ગમે છે. સારા થવું ગમે છે. તેમ સામી વાળી

વ્યક્તિને પણ ગમે છે. વાતવાતમા ભજીયા પિરસવા, ન સ્થળ ન

સમય, ન વ્યક્તિની માન મર્યાદાનો ખ્યાલ.

                   ‘ભજીયા દેવો ભવઃ ‘———

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.