મા તું હંમેશા ખુશ રહે.
મા તને કેવી રીતે દિલ ખોલીને પ્યાર બતાવું.
મા તું ભગવાનથી અધિક, તું પ્રત્યક્ષ છે.
મા પ્રથમ શ્વાસથી તારા નિઃસ્વાર્થ પ્યારની અનુભૂતી થઈ છે.
મા તારા પ્રેમાળ શબ્દ કાનમા ગુંજે છે.
મા તારી એક એક વાતની ગહનતા આજે સમજાય છે.
મા તારી આંખના અમી હવે ક્યાંય દૃશ્યમાન નથી.
મા તારા હાથના ભોજનનો સ્વાદ હજુ માણું છું.
મા તારા શબ્દો ‘તું આવી’ હજુ કાનમા ગુંજે છે.
મા તને મળવા દોડી આવતી હતી. હવે?
મા તારી વાણી, તારો ઠસ્સો, તારો પ્યાર, તારી કાર્યકુશળતા સહુને વંદન.
મા હવે મળવું ‘અસંભવ’ બસ તારી યાદમાં રાચવું.
મા તારી સહનશીલતાને પ્રણામ.
મા જાણે અજાણ્યે તને દુભવી હોય તો ક્ષમા દેજે.
મા તું જ્યાં હોય ત્યાં સદા ભગવદ સેવામા લીન.