વિણેલા મોતી

May 5th, 2010 by pravinash Leave a reply »

ભાષા સુંદર હોઈ શકે લખતી વખતે. 

ભાષા મીઠી નથી હોતી વાણી મીઠી હોય છે.

ભાષા ગામઠી હોય કે શહેરી શું ફરક પડે છે?

વાત કઈ રીતે અને સંદર્ભમા થાય તે અગત્યનું છે.

સત્ય પણ કહેવાનો એક તરીકો છે.

કાણાને કાણૉ કહેવું તેના કરતા શાથી ખોયા નેણ કેવું?

સત્ય કડવું કહેવું તેના કરતા મૌન આવશ્યક.

ભાષાની સુંદરતાને વ્યક્તિની સુંદરતા સાથે કોઈ સંબંધ નથી.

અંતરની સ્વછતા આગળ બાહ્ય દેખાવ વામણો છે.

મોટે  ભાગે વાણી કરતાં વર્તન વધું બોલે છે.

વાણી યા વર્તન દ્વાર બીજાની માનહાની પાપ છે.

ભલું ન કરી શકો તો વાંધો નહી, જાણતા અજાણતા કોઇનું હૈયુ ન દુભવશો.

આગ કરતા આહમા અગણિત શક્તિ છુપાયેલી છે. 

નીંદા યા ખોટી અફવા ફેલાવવાથી કોને લાભ?

હંમેશા તટ્સ્થ મનથી વિચારો. કોઈના દોરાવાયા ના દોરવાશો!

વાણી, વર્તન, વિવેક, વિચાર, વિષય,વ્યવસ્થા,  વિશેષ  ‘વ’થી શરુ થાય,

જો તેમા અસંગતતા જણાય તો ‘વામણા’ વરતાય. 

વા, વાદળ, વર્ષા અને વાયરો પવનને આધિન છે.

‘વિચાર’, ‘વર્તન’ અને ‘વાણી’  માનવને આધીન છે.

Advertisement

1 comment

  1. હિતેશ મહેતા says:

    મોતી પહેરીયે તો સુન્દર આપણે દેખાય… મોતી તો પહેરો કે ના પહેરો પણ તે તો સુન્દર જ હોય…. એ જ રીતે શ્બ્દો સારા જ હોય પણ આપણે કેવી રીતે બોલીયે તેના પર આધાર હોય…..ખુબ જ સરસ…
    હિતેશ મહેતા
    ભારતી વિધાલય – મોરબી.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.