સારું શું ને નરસુ શું
એ બંનેમાં વચલું શું
સારુ, સારુ ત્યાં સુધી
જ્યાં બને મન માન્યું
સારુ બને નરસુ જ્યારે
જ્યાં અણમાન્યું પિરસ્યું
સારુ નરસુ કશું નથી
સંજોગોનું છે માર્યું
આંખો ખોલે ભ્રમ ભાંગે
વાદળ પ્રેમનું વરસ્યું
સારા નરસાની ઉલઝનમા
અણમોલ જીવન જાયે સરયું