વેદ વિષે—-

April 16th, 2008 by pravinash Leave a reply »

આકાશ અનંત છે. સમસ્ત સૃષ્ટિ બ્રહ્મન છે. સર્વત્ર વ્યાપેલ છે. તેનું
ક્ષેત્રફળ ન કાઢી શકાય. તેના ભાગલા ન પાડી શકાય. તે શાશ્વત છે.
દુનિયાનું અસ્તિત્વ છે. સત્યતા અનંતતા શાશ્વત છે. જેનો નાશ નથી.
વિનાશ નથી. જે સર્વત્ર જ્ઞાન અને આનંદ રૂપ છે. બ્રહ્મનને જાણવો હોય
તો સ્વને ઓળખો. “અહં બ્રહ્માસ્મિ”.
દુધમા માખણ કદી નરી આંખે ભાળ્યું છે? છતાં હકીકત છે. કે દુધમાં
માખણ છે. હા, તેની પ્રક્રિયા ઘણી ધિરજ અને કુસળતા માગી લે છે. તેમ
બ્રહ્મન એ અંતિમ મુકામ છે. ઘડો માટીનો છે કે માટીમાંથી ઘડાનું સર્જન
થયું છે. ઘડો અને માટી બે ભિન્ન નથી. સ્વને જાણો, માણો બ્રહ્મન સતત
તેમાં દર્શન દેશે.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા ,
અંતે તો હેમનું હેમ હોયે. નરસિંહ મહેતા રચિત આ સુંદર ભજન સાદી
અને સરળ ભાષામાં ખૂબ સુંદર રીતે સત્ય સમજાવે છે. દ્વૈત, અદ્વૈત અને
વિશિષ્ટ અદ્વૈત , ક્ષર , અક્ષર અને ઉત્તમ પુરૂષ વેદાંતના અભ્યાસ દ્વારા
સુંદર રીતે જાણી શકાય છે. નથી મૃગ કે નથી જળ છતાંય રણમાં મુસાફર
મૃગજળ પાછળ ભટકી શું મેળવે છે?
વેદાંત સર્જનની કોઈ રીત બતાવતું નથી. ‘માયા’ છે ,છે અને નથી. હા,
માયા આભાસ છે. જે નજર સમક્ષ દેખાય છે તે સ્વપ્ન સૃષ્ટિ છે. જાગૃત તથા
સ્વપ્ન અવસ્થા એ બંને માયાના ભિન્ન પ્રકાર છે. તેથી વેદાંત જગતને માયા
અથવા મિથ્યા કહે છે. બંનેમા નજરનો અંદાઝ અલગ અલગ છે. દુનિયા કોણે
બનાવી ? ભગવાને? વેદાંત કહે છે દુનિયા ભગવાન છે. અંધારામા થાંભલાને
ભૂત માની લેતો માનવ શું અજ્વાળામા તેનો ઇન્કાર નહી કરે?
ત્રણ બાજુથી બને તેને ત્રિકોણ કહેવાય અને ચાર બાજુઓ વાળો ચ્તુષ્કોણ.
જરાક બારીકાઈથી નિરિક્ષણ કરો , ચાર ત્રિકોણનો સમુહ ચતુષ્કોણ બનાવે છે.
ચતુષ્કોણની સામ સામેના ખૂણાઓને જોડતી બે સીધી લિટીઓ ચાર ત્રિકોણ
બનાવશે. શું આ માયા નથી? હાઈડ્રોજન અને ઓક્સિજન એ શું છે. બને
વાયુ છે. હા કે ના? હવે જુઓ બે ઓક્સિજન અને હાઈડ્રોજન થી શું નજર
સમક્ષ દેખાય છે. ‘પાણી’ જેનો રંગ કેવો છે? કહી શકશો. આનુમ નામ માયા.
માયાને કારણે સઘળું ભાસે છે. માયા ત્યલો હકિકત નગ્ન સ્વરૂપે આંખ
સમક્ષ દેખાશે. હીરો અને કોલસો શું છે. કાર્બનના ભાત ભાતના પ્રકાર. કિંતુ
બનેના ગુણ અને દેખાવમાં આસમાન જમીનનું અંતર. સ્વપ્નમાંજો માનવીને
સિંહની ત્રાડ સંભળાય તરાપ પણ મારે. શું સ્વપનાનૉ સિંહ માનવનુમ ભક્ષણ
કરે ખરો. અરે, એક જન તો સ્વપનામા પરણ્યું, બાલબચ્ચા થયા, પરણ્યા અને
અકસ્માતમા મૃત્યુ. બળીને રાખ થયો ત્યાંતો આંખ ખૂલી ગઈ અને મધુર અવાઝ
કાને અથડાયો.’ ઉઠો , દુકાને જવાનું મોડું થશે.’.
વેદાંતનો અભ્યાસ પોકારી પોકારીને આ બધું સમજાવે છે. સત્યને સમજો,
હકિકતથી વાકેફ બનો. સ્વને પહેચાનો ,સઘળું આસાન છે. પ્રજ્ઞાનમ્ બ્રહ્મન આત્મજ્ઞાનમ———-

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.