Archive for April 8th, 2008

વેદ જરૂરી——–

April 8th, 2008

    
images9.jpg

          ત્યાગને આપણે સામાન્ય રીતે ત્યજવું એવો અર્થ કરતા હોઈએ છીએ.
વેદાંત આપણને તેનો સાચો અર્થ સમજાવે છે. ઘર છોડી વનમા જાવ એમ
તે નથી કહેતું. માલમિલકત નો ત્યાગ કરવો. ના. માલિકિ યા ખુશી ત્યજી
જીવન જીવવાની વેદ સાફ ના પાડે છે. રોજબરોજના કાર્યમાંથી મુક્તિ નહી.
જવાબદારી છોડી જીવવું તેને વૈરાગ્ય ન કહેવાય. વૈરાગ્ય એટલે આસક્તિ
છોડવી.
      તેન ત્યક્તેન ભુજિંથા. ત્યાગીને ભોગવો. ‘ભોગ અને આનંદ ‘ યોગ અને
ધ્યાન સમાન છે. એમ વેદાંત પૂરાવા સાથે કહે છે. ધારોકે તમે ભર નિંદરમાં
છો. સ્વપ્ન સૃષ્ટિમા વિહાર કરો છો. અચાનક તમને સાપ કરડ્યો અને નિંદમા
તમારું મૃત્યુ થયું. ક્રિયાપાણી સગાવહાલાએ કર્યા. સવાર પડી અને પત્નીની
બૂમ સંભળાઈ. ઉઠો, કેટલું હજી સુવુ છે. શું આજે નોકરી પર રજા પાડવાની
છે? અને તમે પથારી છોડી. ઈચ્છા અને કામનાઓ પર સંયમ એટલે ત્યાગ.
કર્મયોગ,જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા ત્યાગની ભાવના જન્મ પામે છે.ધ્યાન
અને ચિત્તની એકાગ્રતા ઈચ્છાઓ પર અંકુશ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરાય છે.
યોગની સાધના દ્વારા આત્મનિરિક્ષણનો રસ્તો સુગમ બને છે.
               ધ્યાન દ્વારા માનવ શુક્ષ્મ બુધ્ધિથી પરમ તત્વને પામવા શક્તિમાન
બને છે. એમ વેદ પુકારી, પુકારીને કહે છે.આ સૃષ્ટિનુ નિર્માણ માનવ વિચારોનું
ફળ છે. જો આપણે વિચારો પર નિયંત્રણ કરી શકીએ તો દુનિયા પર આધિપત્ય
સહેલાઈથી મેળવી શકાય. આ દેખાય છે તેટલો સરળ પથ નથી. કિંતુ માનીએ
છીએ તટલું કઠીન પણ નથી. કોઈ પણ એક મંત્રનું સતત રટણ અને શ્વાસ ઉપર
ધ્યાન કેંદ્રીત કરો. પ્રયત્નથી માનવ શું નથી કરી શકતો! ‘જપ’ સાધનાનો રસ્તો
સરળ બનાવે છે. પછી તમને જેનામા શ્રધ્ધા હોય.કોઈ ફરક પડતો નથી.
           ચિત્ત એકાગ્ર થાય અને સાધનાને શિખરે બિરાજીએ ત્યારે મંત્ર યા જાપ પણ
ખરી પડે છે. અંતે જે દશા પ્રાપ્ત થાય તે લખવા કે વાંચવાની દશા નથી હોતી.
અનુભવવાની અવસ્થા છે. જેનું અલૌકિક વર્ણન કરવું નામુમકીન છે. ત્યારે જીવની
“અંતર યાત્રા” શરૂ થાય છે. જે ગુઢ છે. અવર્ણનીય છે. બુધ્ધિપૂર્વક કરેલો પ્રયત્ન
જીવનમા સાધના અને સફળતાને વરે છે. સંયમ , વર્તન પર અંકુશ, સજાગરીતે
વહેતો વિચારોનો પ્રવાહ, એકાગ્રતા એજ તો ધ્યાન છે. ધ્યાનમા ચિત્ત કેન્દ્રીત એ
આધ્યત્મનું અંતિમ લક્ષ્ય છે. તેને માટે પ્રયત્નથી મગજને કેળવવું આવશ્યક છે.
દુન્યવી વિચારોમા રચ્યાપચ્યા રહેવું માત્ર સ્વાર્થી વિચાર શૈલી એ પ્રગતિના માર્ગના
બાધક છે. વિચાર શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરવી. “ઓમ્” નું ઉચ્ચારણ સમગ્ર બદનમાં
ચેતના ફેલાવે છે. ‘અ’ ‘ઉ’ અને ‘મ’ની અંદર સમસ્ત ભાષા સમાયેલી છે. જાગ્રત્’
સ્વપ્નસ્થ અને શુષુપ્તિ ત્રણે અવસ્થા ‘અ’ ‘ ઉ’ અને ‘મ’ની અંદર સમાયેલી છે.
           વેદાંતનો અભ્યાસ સતત તેનો આગ્રહ રાખે છે. જેમા “ઈશ્વર”નું નામ અને
સંકેત છે.

વધુ————–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.