Archive for April 23rd, 2008

બુઢાપામા————-

April 23rd, 2008

      દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. માત્ર
એકજ રસ્તો એવો છે કે જો ત્યાં વળી જાય તો બુઢાપામાંથી બચી જાય.
અને એ જગજાહેર માર્ગ છે મૃત્યુનો.
    
     બુઢાપો તેની સાથે ઘણી ઘણી વસ્તુઓ લઈને આવે છે. માન ન માન
મૈં તેરા મહેમાન. આંખે ઝાંખપ, કાન કાનપુર, કેડે ચસકો ને ચાલ ડગમગ.
ખેર, આનાથી તો છૂટકો ન થાય. કિંતુ સાથે લાવે છે, ડહાપણ, કોઠાસૂઝ,
વિવેક, અનુભવ અને બીજા અગણિત ગુણો. સુંદર સંસ્કારી કુટુંબ તો તેના
મીઠા મીઠા ફળ છે.
    

      એક વસ્તુ જે મને હૈયા સોંસરવી ઉતરી ગઈ તે આ ખાનગી વાત છે.
જો જો જહેરમા તેની ચર્ચા કરશો નહી. ‘બુઢાપા સાથે ગરીબી ન હોવી
જોઈએ.’ હવે એ તો કોઈના હાથની વાત નથી. આખી જીંદગી મહેનત કરી
કુટુંબ અને સંસારની ગાડી ચલાવી તેનું શુભ પરિણામ આવ્યું.

       ખેર , ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. જો સંતોષ ધન આવે
તો ભલભલા કુબેર ની વિસાત નથી. જો જીવન જરૂરિયાત પર નિયંત્રણ હોય
તો માણસ અંત કાળે ખૂબ ધનિક છે. વાચા અને વર્તન નિર્લેપ હોય, સંસાર
અસાર છે અને ત્યાગ તરફ વળે તો ધન એ શું ચીઝ છે. બાકી બાપ કરતા
બેટા સવાય એ ઉક્તિ પ્રમાણે બાળકો માબાપ કરતા ચડિયાતા એ તો ગૌરવ
અનુભવવા જેવી વાત છે.બાકી તો સહુને વિદિત છે.

             પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા
             મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા

       બાપ કરતા બેટા સવાયા, એ ઉક્તિ અનુસાર બાપા બેટા કરતા તો પૈસે
ટકે બેટા કરતા તો પાછળજ રહેવાના. એ તો કોઈ પણ માતા પિતા માટે ખૂબ
ગૌરવની વાત છે. માબાપે જ્યારે પોતાના તન, મન અને ધન ખર્ચ્યા હશે
ત્યારે બળક પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે તેણે આ સ્થાન પ્રાપ્ત
કર્યું હશે. મારું માનજો કોઈ પણ બાળક આ વાત ભૂલતું નથી. હા , આજુબાજુનું
વાતાવરણ તેને ગમે તેટલા ધમપછાડા કરી બદલાવવા માગે તો તે સઘળા
પ્રયત્નો નિષ્ફળ નિવડે છે.
   

     બાકી બુઢાપામા બાળક દિકરો હોય કે દિકરી માબાપને સમાન પ્રેમ કરે છે.
હા, પ્રેમનું પ્રદર્શન અલગ તરી આવે એ સ્વાભાવિક છે. તે હું દાવા સાથે કહી
શકું. પછી તે ભારતમા હોય કે અમેરિકામા કોઈ તફાવત નથી. બાકી બુઢાપો
જો આવે તો તેને કેમ દિપાવવો તેની તૈયારી પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી
કરવો તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. એવું મારું માનવું છે,બાકીતો———

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.