Archive for April 13th, 2008

વેદ વિષે

April 13th, 2008

          
                      આગળ કાંઇ પણ લખું એ પહેલા પ્રિય વાચક મિત્રો તમારી માફી માગવાની છે.
                     છેલ્લા ત્રણ દિવસથી તબિયત સારી ન હતી તેથી લખવામાં વિલંબ થયો છે.
                    આશા રાખું છુ તમે નારાજ નહી થાવ.

              બ્રહ્માંડના નિયમો અફર છે. આત્માનો તેના પર કોઈ અંકુશ નથી. આપણને દુન્યવી
          પરિબળો અસર ન કરે તેનો ખ્યાલ રહે. કર્મનો સિધ્ધાંત અચૂક તેનું પરિણામ આપે છે.
          તેમાં મીનીમેખને અવકાશ નથી. ભૂત, વર્તમાન અને ભવિષ્યના પ્રેરાયેલા કર્મ ફળ આપી
         શાંત થાય છે. ઈચ્છીત મળતું નથી પ્રાર્બ્ધમાં હોય તે જ પ્રાપ્ત થાય છે. યાદ રહે પુરૂષાર્થ
        વગર પ્રારબ્ધ પાંગળું છે. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અમરપટો લઈને આ જગે કોઈ જ
        આવ્યું નથી.
             

               સર્જન, સંચલન અને વિનાશ આ જગનું અસ્તિત્વ થયું ત્યારથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
       દ્વાર સંચાલિત છે. વિશ્વનું સર્જન કરનાર બ્રહ્મા, તેનું સંચાલન કરનાર વિષ્ણુ અને સંહારક મહેશ.
      અપૂર્ણ વાસનાની પૂર્તિ અર્થે ફરી ફરી જન્મ. ઉન્નત વિચારો , ઈચ્છાઓ, પુનઃજન્મ, વાસના,
      વંશ પરંપરાગતતા, સંસ્કાર , જોનાર, ભોક્તા , અનુભવનાર, વિષયો નું બનેલું આ સંસારચક્ર.
      દૃષ્ટિ તેવી સૃષ્ટિના નિયમ અનુસાર જેવું ભાળો તેવું જાણો. ભિન્નતા સભર દુનિયામાં
      વસતા ભાતભાતના લોક. ઉચ્ચવિચારોથી પરિપૂર્ણ દુનિયા. નિરર્થક જુઠ્ઠી દુનિયા. જેવું અનુભવીએ
      તેવી ચીતરાતી દુનિયા. મનુષ્યના મગજ દ્વારા , વિચારો દ્વારા ,મન અને બુધ્ધિ દ્વારા જન્મ પામ્યુ
     જ્ઞાનેન્દ્રિય દ્વારા સંવેદના પામ્યું તેવી દુનિયા. આ દુનિયાનો હરએક પદાર્થ તેનો તે જ છે. સમય
     અને દૃષ્ટિ તેમા વરંવાર ફેરફાર નોંધાવે છે. દુનિયા વિચારોનું સંતાન નથી. એ તો ન કળી શકાય
     તેવી કુદરતની કારિગરી છે. જે સનાતન સત્ય છે. મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર તેના કદ કે આકાર
      તસુ ભર ન બદલી શકે.

                 વિશાળકાય દરિયાના મોજા સપાટી પર આવતા શાંત થઈ જાય. ફીણ થાય પણ બુદબુદા શમી
        જાય અને દરિયાનું પાણી જરાય વિચલીત ન થાય. વિષય અને પદાર્થનું મિલન થાય અને દુનિયાનું
        સરજન જણાય વિષયો શાંત થાય અને સત્યનું દર્શન અચૂક થાય. ઇન્દ્રિયો સંયમમા આવે અને હકિકત
       અસલ સ્વરૂપે છતી થાય. બ્રહ્મન સમુદ્ર સમાન છે. નિરંતર છે. સનાતન છે, શાશ્વત છે. વેદના મંતવ્ય
       અનુસાર સૃષ્ટિ કાંઇ નહી માત્ર બ્રહ્મન છે. આકાશ અનંત છે. અનંત છે.

       વધુ===========

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.