Archive for April 18th, 2008

વેદ અંતે————

April 18th, 2008

                             પ્રજ્ઞાનમ બ્રહ્મન                             આત્મ જ્ઞાન બ્રહ્મન છે
                              તત ત્વમ અસિ                             તે તું જ છે
                              અયં આત્મ બ્રહ્મન                         આ આત્મા બ્રહ્મન છે
                               અહં બ્રહ્માસ્મિ                                  હું બ્રહ્મન છું
       હું અને ભગવાન એક છીએ. આત્મા સો પરમાત્મા. આત્મા પમાત્માનો
અંશ છે. વેદાંત વારંવાર ઉચ્ચારે છે. અહંકાર ત્યજો. અભિમાન શાને કાજે?
અજ્ઞાનના અંધકારનો પીછો છોડાવી ,જ્ઞાનના પ્રકાશમા આવો. સર્વત્ર માત્ર
આનંદ હી આનંદ જણાશે.
     હું શરીર મન અને બુધ્ધિ છું. આ પૃથ્વી પર દરેક પદાર્થ નું વિભાજન અણુ
પરમાણુ મા પરિવર્તન પામે છે. બીજમાંથી વૃક્ષ બને છે. એજ વૃક્ષના ફળ
નવા બીજ આપવા શક્તિમાન બને છે. માનવ વંશ વૃધ્ધિકરે છે. કદીય કોઈ
માતાની પ્રસુતિ નિહાળી છે. એ ઘડી ,એ ક્ષણ અલૌકિક છે જ્યારે એક માતા
પોતાના ઉદરેથી પોતાનીજ પ્રતિકૃતિ ને અવતરણ કરે છે. માનવ અનંત
શક્તિનો પુંજ છે.
       આધ્યાત્મિકતાથી રંગાયેલ માનવ સ્વતંત્ર છે. શરીર ,મન ,બુધ્ધિથી પર
થઈ અંતરમા નજર ઠેરવે છે. આસક્તિ ક્યા અને કેટલા પ્રમાણમા રાખવી તે
વિવેક બુધ્ધિ દ્વારા વિચારે છે. સ્વને ઓળખી , સાચાખોટાનું નિયમન કરવાની
ક્ષમતા પામે છે.
        પ્રેમને સિમિત ન રાખતા તેને વિશાળતા બક્ષે છે. સમભાવે સર્વને પ્રેમની
લહાણી કરે છે. મારા તારાના સિમાડામાંથી નિકળી ગગન ગોખે વિહરે છે. બસ
આપો. શંકા નાબૂદ થાય છે. સમદૃષ્ટિ કેળવે છે. ઉંચ નીચનો ભેદ નાબૂદ થાય
છે. સહુમા સમતા ભાવ ધરી જીવન ગુજારે. હમેશ મીઠી વાણી વહાવે. જીહવા
પર સંયમ દાખવે. કોઈનો તિરસ્કાર યા અપમાન તો સ્વપનામા પણ ન કરે.
બસ પ્રેમની ગંગા વહાવે. આદર યા અનાદર બને તેને માટે સમાન હોય.
આધ્યાત્મિકતા પ્રવેશે, સર્વત્ર આનંદ હી આનંદ જણાય, ફેલાય. ચીંતા
વિદાય થાય. નિરાશા કદી ન ઢૂકે. આનંદ અને ખુશી કલ્યાણના માર્ગ ની
મશાલ બને. મારગ મંગલ મય બને. બસ સર્વત્ર સહુનુ મંગલ થાય.
    તમસ , આળસ વિદાય લેશે. માનવ ઈશ્વરનો અંશ છે. ઇશ્વર સર્વ
માનવની અંદર સમાન છે. બહાર શોધવા માટે ફાંફા ન મારો. જ્ઞાન
સ્વયં પ્રકાશિત છે. સમગ્ર સૃષ્ટિ ને નિહાળવાની દૃષ્ટિ ફેરવાઈ જશે.
વેદાંતનો અભ્યાસ જીવનમાં આનંદની ગંગા વહાવવા સમર્થ છે.

                             ઓમ શાતિઃ શાંતિઃ શાંતિઃ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.