Archive for April 10th, 2008

વેદ ની જાણકારી

April 10th, 2008

            ‘ઓમ્ ની તાકાતથી વાચક મિત્રો પરિચિત છે. જ્યારે ધ્યાનની સ્થિતિ
પર પહોંચી જઈએ ત્યારે ઓમ પણ સરી જાય છે. ધ્યાન માં બેસવા માટે જગ્યા
શાંત જોઈએ. વહેલી સવારે ધ્યનમાં બેસવું ઉચિત છે. તેના માટે બને ત્યાં સુધી
એકજ જગ્યા નિશ્ચિત કરવી. કસરત અને યોગના આસન દ્વારા શરીરને સમતોલ
રાખવું. પ્રાણાયમ, કપાલભાંતિ અને અનુલોમ-વિલોમ દ્વારા શ્વાસનું સંચાલન
સયંમિત રાખવું. શાંત ચિત્ત, જપક રવાની આદત માર્ગ સરળ બનાવે છે. ૪ થી
૬ વાગ્યાનો સમય, ભોર એ ધ્યાનમાં બેસવાની ઉત્તમ પળ. સતત અભ્યાસી
માનવ મનવાંછિત ફળ મેળવે છે. તેને પોતા વીશે જ્ઞાન પ્રાપ્ત થાય છે.

             આત્મ સાક્ષાત્કાર પામનાર વ્યક્તિની વાસના મરી પરવારે છે.તે આ
જગતના બંધનમાંથી મુક્તિ મેળવે છે. શરીર, મન ,બુધ્ધિના બંધનમાંથી મુક્તિ
પામે છે. જાગ્રત, સ્વપ્ન અને શુષુપ્તિ અવસ્થા આત્મનમાં સ્થિર થાય છે. માનવ
કુદરતની સાથે લીન બને છે. આ સરલ નથી વેદાંતનો અભ્યાસ શક્ય જરૂર બનાવે
છે. માનવ શુધ્ધ પવિત્ર સ્થિતિ પર પહોંચે છે. કુદરતની સાથે આત્મીયતા અનુભવે
છે. અણુ, પરમાણુ, પાવનતા, કિરતારની સંગે સુસંગત બને છે. શાશ્વતતામાં સરી
પડે છે. સર્વ ભેદ ખરી પડી ઈશ્વરમા લીન બને છે. અપાર શક્તિનું અવતરણ થાય
છે.
     માનવ શાશ્વત શાંતિ અને આનંદનો અધિકારી બને છે. શારીરિક લાગણી કે મન,
ચિત્ત અને બુધ્ધિમાં માત્ર પરમ આનંદનો પાદુર્ભાવ જણાય છે. ઝરણું નદી બને અને
સાગરમાં સમાઈ કેમ પોતાનું અસ્તિત્વ વિલીન કરે તેમ. તેના મીઠા જળ ખારા બને
છતાંય કેવી ચરમ સીમાનો અન્ય્ભવ કરે છે. ગુણોમાં અવિરત વૃધ્ધિ પામે. દુર્ગુણતા
નાશ કરવાનું સામર્થ્ય મેળવે. માત્ર સુંદરતા અને સઘળે મંગલતાનું પ્રસરણ.

                 ધર્મના અનેક પાસા છે. સ્વધર્મ ને અપનાવવો. પરધર્મ ભયાવહ. સ્વના પૃથક્ક-
રણ દ્વારા સારા નરસાનું ભાન થાય. ખૂબજ ઝીણવટ પૂર્વક તેની છણાવટ કરી તેનું પાલન.
સૂપડાની જેમ ‘ સાર સારકો ગ્રહી રહે થોથા દેય ઉડાય’. અને હંસની જેમ નીર ક્ષીર અલગ
કરી શકે. ધર્મ એ આચરણ છે. તે શારીરિક અને બૌધ્ધિક બંધનોમા જકડાય નહી. જ્ઞાનયોગ,
કર્મયોગ કે ભક્તિયોગ જે પણ માર્ગ અનીકુળ આવે , બસ આગે બઢો. ભૌતિકતા, સાધન
સંપન્નતા ધર્મના કામમા રોડા ન નાખી શકે. મન અને બુધ્ધિને પવિત્ર બનાવવા એ ધર્મનું
કાર્ય છે. વેદાંતના અભ્યાસથી અનાસક્તિનો ગુણ દ્રઢ બને છે.
કુદરતનો કાયદો અફર છે. તેના નિયમો સરળ છે. તેમાં કોઈ બાંધ છોડને સ્થાન જ
નથી. રાત- દિવસ, સવાર-સાંજ, પૂનમ- અમાસ, ઠંડી- ગરમી. વ્યક્તિ, સમાજ અરે
સમગ્ર સૃષ્ટિ એ નિયમોનું સનાતન કાળથી પાલન કરતી આવી છે.આ નિયમો સમષ્ટિને
એક સમાન લાગુ પડે છે. આ કુદરતનો કાયદો તેનું બીજું નામ “ભાગ્ય”. આ છે કર્મનો
સિધ્ધાંત. ભૂતને કારણે વર્તમાનનું નિર્માણ અને તે ખોલે ભવિષ્યના અજાણ દરવાજા.

વધુ——————————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.