મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ એ સર્વેમા
આત્મા શુધ્ધ છે. સ્થૂળ શરીર વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમા સમાન છે.જે પવિત્ર છે. ત્રણે અવસ્થા ખુદ તેનૉ અર્થ સમજાવે
છે. દરેકની વ્યવથા સતત છે. તો પ્રશ્ન થાય હકિકત શું છે. જે સ્વને ઓળખ્યા પછી પ્રાપ્ત થાય છે. તેછે તુર્ય અવસ્થા. અતિ કઠીન
છે. જ્યાં શરીર , લાગણીકે બુધ્ધિ દ્વારા પહોંચવું મુશ્કેલ છે. તુર્ય અવસ્થા આનંદમય છે. અનંત આનંદમય.
ચાર પ્રકારે તેનુમ જ્ઞાન પ્રાપ્ત થાય. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન યા અભિપ્રાય ૩. ઉપમાન ૪. આગમ. પોતાને વિશે
જ્ઞાન પ્રત્યક્ષ મળવું મુશ્કેલ છે. કિંતુ અનુમાન અને ઉપમાન દ્વારા યા સરખામણી અને વ્ય્વહાર દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત થાય. રિવાજો
મારફત તેની થોડી ઘણી જાણકારી મળી શકે. માનવ પોતાની આંતરિક શક્તિ અને કોઠા સૂઝ દ્વારા ઘણું પ્રાપ્ત કરી શકે છે. રિતીરિવાજો
ન વમળમા સપડાયેલ માનવ રોજબરોજની જીંદગી આસાનીથી જીવી શકે છે. કિંતુ જીવામા કંઈક કરી છૂટવા મરજીવા બનવું જરૂરી છે.
કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ દ્વારા માનવ વાસના પર વિજય પ્રાપ્ત કરી પ્રભુને મેળવવા શક્તિમન અની શકે છે. વેદાંત
એવા પૂરાવાથી ભરેલું છે. તેના અભ્યાસ દ્વારા પ્રભુમા થવાની ક્ષમતા માનવ ધરાવી શકે છે. યોગ અને સાધના દ્વારા માનવ વાસનાની
નાબૂદી અહ્ંનું વિલિનીકરણ કરવા સમર્થ બને છે. ભગવદ ગીતા આપણી સમક્ષ ત્રણ રાસ્તા ખોલી રાહ દર્શાવે છે. અંધશ્રધ્ધા અને
માન્યતા ને સહારે પાંગરેલી ભક્તિ પાંગળી છે. ‘ભક્તિ એટલે ભીતિ નહી’. ભક્તિ અંતરમાંથી ઉદભવે. બક્તિનું ઝરણું પવિત્ર હોય.
ભક્તિમા આસક્તિ ન હોય. ગીતા નો બારમો અભ્યાય ભક્તના લશણ ખૂબ સુંદર રીતે વર્ણવે છે. ભક્તિનું પ્રથમ ચરન છે ‘ભગવાનમા’
અટૂટ શ્રધ્ધા. આત્મ સમર્પણની ભાવના. માનવ અજ્ઞાનથી ભરપૂર છે. સ્વાર્થવૃત્તિથી ભરપૂર ભક્તિ મલિન છે. પવિત્ર, નિ;સ્વાર્થ અને
દૈવી શક્તિથી અરેલી ભક્તિ પવિત્ર છે. સત્ય અને અસત્ય વચ્ચે ઝોલા ખાતો માનવી , અજ્ઞાનથી બરપૂર માનવ જ્ઞાનના અગ્નિમા
બાળી ભક્તિ ને પાવન બનાવે છે.
વિવેકપૂરક બુધ્ધિ દ્વારા મેળવેલુમ જ્ઞાન. સતત બદલાતી જતી દુનિયામા રહેતો માનવ. વિવેકપૂર્ણ નિયમોનુ પાલન. સાચા ય
ખોટા માર્ગ વચ્ચેઓ ભેદ. ઉત્સાહ પૂર્વકનું કાર્ય. ચીંતા અને ઉદ્વેગ વગરનું કાર્ય. નિઃસ્વાર્થ કાર્ય. વેદાંતનો અબ્યાસ આ બધું સરળતા
પૂર્વક સમજાવે છે.
વધુ—————
વેદનો અભ્યાસ
April 6th, 2008 by pravinash Leave a reply »
Advertisement