વેદનો અભ્યાસ—————–

April 6th, 2008 by pravinash Leave a reply »

          

                                  images9.jpg

          ધર્મ  શુધ્ધ  અને  પવિત્ર  છે.  ધર્મ  આંતરિક  છે.  એ  ઠાંસી  ઠાંસીને

      ભરેલો નથી. ધર્મ  ઈચ્છા  અને  કાર્યનું  પ્રેરક  બળ  છે. સ્વ પ્રત્યેનું  અજ્ઞાન

     દુઃખ અને  પરેશાની  ઉત્પન્ન  કરે  છે. હ્રદયમા નજરને  ઠેરવો, અજ્ઞાનના  વાદળ

     હટી  જશે  અને  આનંદની  અનુભૂતિ  થશે. આજનો  કહેવાતો “ધર્મ”  સમગ્ર

     માનવ જાતને  અવળે  રસ્તે  દોરી  રહ્યો  છે.  એનું  પરિણામ  આપણે  સર્વે  જોઈ

      રહ્યા  છીએ  અને  ભોગવી  રહ્યા  છીએ. ધર્મ  ને  ખરા  અર્થમા  જાણો, પહેચાનો
  
      અને  અમલમા  મુકો. આપણી  નિઃસ્વાર્થ  ચિત્તવૃત્તિની  એરણ  ઉપર  તેને  કસી

        તેને  સાત્વિક  બનાવી  અનુસરો. 

              

                  કહેવાતા  ધર્મગુરૂઓની  પ્રતિભા,  કથા  કરવાની  શૈલીનો તેમા  ભળસેળ ન

        કરો. પુસ્તકો, ગ્રંથોના  અભ્યાસ  દ્વારા  અંતરની  આરસીના  ડાઘ  દૂર  કરો. સ્ત્યનું

       પાલન  અને  સ્વાર્થવૃત્તિનો  ત્યાગ એ  ધર્મના અમૂલ્ય  સંદેશને  બધિર  કર્ણપટે સંગીત

       સમ  ગુંજવા  દો.  તેના સત્યને  આચરણમા  ઉતારો.  કોઈ પણ  જાતના વિચારોની

       મલિનતા તેને  ન  સ્પર્શે  તેની  સંભાળ  લો. વહેમને  મિલાવી  તેને  કદરૂપતા  ન

        અર્પો.  ધર્મ  પવિત્ર, શાંત , આનંદમય અને અનંત  છે. ઈશ્વર  સર્વત્ર  છે.

        સર્વવ્યાપિ  છે. સર્વમા  એક સરખો  છે. અવર્ણનીય  છે. અનંત છે. આત્મા,     
  
      પરમાત્માનો  અંશ  છે. આત્મન એ જ  બ્રહ્મન છે.આપણે  દાવા  સાથે  બીજાને

         જાણીએ  છીએ  તે  કહી  શકીએ  કેવી રીતે ?જ્યાં  આપણે  ખુદ  સ્વને પણ

          જાણવા  શક્તિમાન  નથી. કોઇની  પણ  ત્રુટિઓ  શોધતા  પહેલા  સ્વની ત્રુટિ

          પ્રત્યે  જાગૃતતા  કેળવો. કાળા  ચશ્મા પહેરીને  જગને  નિરખશું  તો  આખું

          જગ  કાળું  વરતાશે.નરી  આંખે  કોઈપણ  જાતના પક્ષપાત  વગર  નિહાળો.

       સૃષ્ટિ  સૌંદર્યથી   ભરપૂર  જણાશે. કુદરતની  કરામત  નિહાળતા, તેના રસ
 
          પ્રત્યે  પ્રેમ  છલકાશે.

        હર હંમેશ  બહાર  સુખને  ખૉળવા  મથતો  માનવ  કદી  બે  પળ હ્રદયમા

          નજર ઠેરવે  તો  સુખ અને  શાંતિ પ્રાપ્ત  કરવામા સફળતાને  વરશે. સ્વની

          બુધ્ધિ  અને  દિમાગ  ચકાસો.સત્યને  વળગી રહો. આધ્યાત્મિક  વાચનની

         આદત  કેળવો. ધર્મના  પુસ્તકનો નિયમિત અભ્યાસ. કોઈ  પણ  ધર્મનું

         પુસ્તક  ખોટામાર્ગે  જવાનું  શિક્ષણ  નથી  આપતું.મર્કટ મનવાળો  માનવ

         તેના  ઉંધા  અર્થ  તારવી  દુનિયામા  અશાંતિ  અને  હિંસા  ફેલાવે  છે.

      કોઈ  પણ  ધર્મ જોરજુલમ  અને  કત્લેઆમને  પ્રોત્સાહિત  કરતો  નથી.
 
      પછી તે  હિંદુ, મુસ્લિમ, જૈન , શીખ કે  ઈસાઈ  હોય. સ્વનું  નિરિક્ષણ

          આત્માની  ઓળખ  આસાનીથી  કરાવવા  શક્તિમાન  છે. સાચા ખોટાનું

           જ્ઞાન  પ્રાપ્ત  થશે.

          સ્વ  પ્રત્યેની  જાગૃતિ આમા સફળતા  અર્પશે. જાગૃત  અવસ્થાના ત્રણ

             પ્રકાર  વેદમા  દર્શાવ્યા  છે. જાગૃત  અવસ્થા. સ્વપ્ન  અવસ્થા, સુષુપ્ત

              અવસ્થા.

               વધુ——————

        
                        

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.