આવ્યા તે ગમ્યું ન આવ્યા તે સહ્યું
આહટ સુણી દિલડું મારું ઝુમ્યું
આહટ તમારી કાનોને છે પ્યારી
સુમિરન તમારું તમારાથી પ્યારું
આવ્યા— ન આવ્યા
આવ્યા તમે ને બહાર સંગે લાવ્યા
ન આવ્યા નયણે આંસુ વહાવ્યા
આવ્યા—–ન આવ્યા
દિલની વિણાના તાર છેડે સરગમ
સૂરમાથી નિસરે સંગીત હરદમ
તાલ પૂરાવે તેમાં ઉરની ધડકન
આવ્યા —– ન આવ્યા
પ્રિતમ તારી યાદ આજે આવી
નૂતન વર્ષમાં સાંજી ભરી લાવી
કુટુંબ કબીલામા રોશની છવાઈ
આવ્યા—– ન આવ્યા