બાળપણ સાથે ગુજારી જુવાનીમાં ડગ માડયા
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
જુવાની હાથતાળી દઈ ગઈ છાપરું ધોળું થયું
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
સગો નહતો પણ વહાલનો દરિયો લહેરાતો હતો
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
કહેવાય છે બધા સંબધની નીંવ સ્વાર્થ ઉપર છે
નિઃસ્વાર્થના સિમેન્ટ પૂરી ચણ્યા હતા આશાના મહેલ
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
કુટુંબની લીલી વાડી હરી ભરી થઈ આંગણું મહેક્યું
સંસારના કંસારની મિઠાશ માણવી અવગણી
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
પ્રૌઢતામા મનમૂકીને સત્સંગ કરવાના ટાંકણે
સમાજના ઋણ ઉતારવાના શુહાના અવસરે
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
જીંદગીભર સાથ નિભાવવાના વચને બંધાઈ
અધવચ્ચે હાથ તરછોડી આંસુના તોરણ બંધાયા
હે દોસ્ત તું મને મૂકીને ક્યાં જાય છે
હા, સામે સ્મશાન છે અને તારી મુઠ્ઠીભર રાખ
હે દોસ્ત તારી યાદો આ દિલમાં હેમખેમ છે