નિરાકાર આકાર નથી તુજમાં શ્રધ્ધા છે
રામ કૃષ્ણ સાકાર રૂપે તુજમા શ્રધ્ધા છે
સૂર્ય ચંદ્ર તારામંહી તારું અસ્તિત્વ છે
પવન વિજળીમા વ્યાપી ચોગરદમ તું છે
સાગર સરિતા મિલને કલરવ રૂપે છે
વૃક્ષ રૂપે હાથ હલાવી આમંત્રે તું છે
ગ્રંથોએ ગરબડ કરી અસ્તિત્વ ડોલાવ્યું છે
સરળતાના સાન્નિધ્યે તારું આસન છે
નરી આંખે નિરખવો કઠીન કાર્ય તે છે
આંખડી મુંદી અંતરમા બિરાજ્માન તું છે
જન્મ મૃત્યુની ઘટમાળનો સંચાલક તું છે
તારું અટલ સામ્રાજ્ય તુજમા શ્રધ્ધા છે