Archive for November 1st, 2010

મોજ માણી

November 1st, 2010

   દસ મિત્રો રજા ગાળવા મહાબળેશ્વર ગયા હતા.

વર્ષો પછી એક બીજાનો સંગ માણી કોલેજકાળની

યાદ તાજી કરી મસ્તીમા જીવી રહ્યા હતા.    

      અઠવાડિયુ સાથે રહેવાનો કાર્યક્રમ હતો. ઠંડીને

કારણે બધાએ દારૂ પીવામા માઝા મૂકી. એક જણને

તુક્કો સુજ્યો . કુલ કેટલા મિત્રો છે તે ગણવા લાગ્યો.

એક, બે, ત્રણ , ચાર અને નવ ગણ્યા . પછી મૂક્યો

ઠુઠવો અને જોરથી રડતા કહે દસમો કોણ ખૂટે છે.

     દરેક જણે પ્રયત્ન કર્યો. ડાબેથી ગણે કે જમણેથી

૯ જ થાય. વિચાર કરે કોણ ખોવાય છે. લમણે હાથ

મૂકીને બેઠા.

   એક ભાઈ નિરાંતે આંટો મારવા નિકળ્યા હતા. માથે

હાથ દઈ બેઠેલા જુવાનિયાઓને જોઈ પૂછ્યું. અરે, આમ

કેમ બેઠા છો. મહાબળેશ્વરની આવી તાજી હવા, સુંદર

રળિયામણા દૃશ્યોને મન ભરીને માણો. કાંઇ તકલિફ

હોય તો કહૉ હું મદદ કરીશ. દસે જણાંને થયું આ કોઇ

ફરિશ્તો છે. જે જરા બોલવામા ચબરાક હ્તો તે કહે,

સાંભળો અમે દસ દોસ્તો મુંબઈથી નિકળ્યા હતા. અમે

દરેકે ગણ્યા અમે નવ છીએ. ખબર પડતી નથી ‘દસમો’

કોણ ખોવાય છે.

         મદદ કરનાર ભાઈ શાણા હતા. પરિસ્થિતિ સમજતા

વાર ન લાગી. આંખ ઘુમાવીને ગણી લીધા. દસ પૂરા હતા.

પિધેલાં ને સમજાવવા એટલે લોઢાના ચણા ચાવવા જેવી

વાત.

       ધીરે રહીને કહે ‘જુઓ ધ્યાન દઈને સાંભળો અને ૧,૨,૩,

એમ ગણતા ૧૦ સુધી પહોંચ્યો. પેલાતો બધા ખુશખુશાલ થઈ

ગયા. જબરદસ્તીથી તેને મોટી પાર્ટી આપી. ભાઈ ‘તમે અમારા

પર ખૂબ મોટો ઉપકાર કર્યો’. અમને ૧૦ જણાને એકઠા કરી દીધા.

      પિધેલા બધાને ગણતા માત્ર પોતાને ગણવાનું ભૂલી જતા.

કેવી રીતે ૧૦ થાય? સમજુ માણસ કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર

પાર્ટીની મોજ માણી પોતાને રસ્તે પડ્યો.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.