વર્ષોના વહાણા વાયા તોય
મુજને ભોમકા વહાલી હોય
માટીની સુગંધ સુહાની હોય
તેની હવામાં ખુશ્બુ હોય
મુજને ભોમકા વહાલી હોય
દરિયાની લહેરો પાવન હોય
સડકની સહેલમા સાદગી હોય
મુજને ભોમકા વહાલી હોય
વહાલાના વહાલ વરસતા હોય
પક્ષીઓનો કલરવ સુહાનો હોય
મુજને ભોમકા વહાલી હોય
દેશનો રૂબાબ ઔર હોય
તેની આત્મિયતા રંગીન હોય
મુજને ભોમકા વહાલી હોય
સાચી વાત છે. દુનિયા ના ગમે તે ખુણે રહેતા હોઈએ તો પણ જન્મભુમિ તો હમેશ વહાલી જ હોય.