શું કહેવું?

July 20th, 2009 by pravinash Leave a reply »

  ખબર ખુશીના છે કે પછી વ્યથાના એ કહેવું મુશ્કેલ છે.  શું કહેવું તે

સમઝાતું નથી. કિંતુ આજકાલ ચારેકોર આ જ સમાચાર સાંભળવામા

 આવે છે.  ફલાણાની દિકરી એના જૂના પ્રેમીની સાથે ભાગી ગઈ.

ફલાણાનો દિકરો તેની સાથે કામ કરતી છોકરીના પ્રેમમા પડ્યો અને

બૈરી છોકરાને રઝળાવી ફરાર થઈ ગયો. અકસ્માતમા રિબાતો વર

બે મહિનાની ટૂંકી માંદગી પછી મૃત્યુ પામ્યો. તો કોઈની પત્ની

 કેન્સરમા ચાલી ગઈ.

       હવે આવા ટાંકણે હજુતો ઘા તાજો હોય ત્યાં મિત્ર મંડળ અને કહેવાતા

સગાવહાલા માથુ ખાય, ભાઈ આતો ૨૧મી સદી છે. જીંદગી ખૂબ લાંબી છે.

એકલા કેમ જીવાશે?  જાણે એમને પુરું ન કરવું પડતું હોય. માણસના દિલમાં

લાગણી નામની કોઈ ચીજ વશે છે ખરી? તેનું હ્રદય ધબકે છે ખરું? શાકાજે

માનવ હમદર્દીના નામે બીજાના ઘાવ ઉપર મીઠું અને મરચું ભભરાવતો

હશે? ખબર નથી તેથી તેનો અહં કેવી રીતે પોષાય છે.

     ક્યાં ગઈ આપણી સંસકૃતિ અને માણસ માણસ પ્રત્યેની સદભાવના.

  સહાનુભુતિના બે શબ્દ તો બાજુએ રહ્યા. પડતાને પાટુ શા કાજે મારવું.

નવી હવા, અમેરિકાનો ઢોળ આપણને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યો છે.

ડોલરની બોલબાલા અને નગદ નારાયણનું સામ્રાજ્ય ચરેકોર વરતાય છે.

નાનપણમા જોયેલા એક નાટકનો સંવાદ યાદ આવે છે” આ તું નથી

બોલતો તારો પૈસો બોલે છે.” જો  હું ભૂલતી ન હોંઉ તો નાટકનું નામ

 હતું ‘પૈસો બોલે છે’.

   હવે કરીએ વાત આવા વિછડાયેલા જુવાન, આધેડ કે પુખ્ત વયના

લોકોની. શું તેમને જીવવાનો હક્ક નથી? ત્રીજી યા ત્રાહિત વ્યક્તિને કાંઈ

 પણ બોલવાનો શો અધિકાર છે? વણમાગી સલાહ શામાટે લોકોને આપવી

 ગમતી હશે? હા, માતા પિતા વિચારીને બાળકોનું ભલુ ચાહે તે અલગ

 વાત છે.

         આજના જમાનામા જુવાનિયાઓ ૨૫, ૩૦ કે ૩૫ વર્ષ સુધી લગ્ન

 માટે તૈયાર નથી હોતા. યા તો મનગમતા સાથી મેળવવા માટે તકલીફ

 ભોગવતા હોય છે. તે સમયે પ્યાર કરીને યા તો પસંદગીથી પરણેલા

 છૂટા પડે છે. બાળકોના ભવિષ્યનો વિચાર સરખો તેમને આવતો નથી?

    જ્યારે કુદરત તેમને અલગ કરે છે ત્યારે માનવના હાથ હેંઠા પડે છે .

 તેના લેણદેણ ખતમ થયા હોય છે. તે સમયે ઉંમર કે સ્થળ કશાની

 વિસાત હોતી નથી. હા આ મુદ્દો ખૂબ નાજૂક છે. સવાર હોય કે સાંજ

 ઘરમા હોઈએ કે નોકરી પર બધે આ જ વાતની ગરમા ગરમ ચર્ચા

 થતી હોય છે.

       સહુને પોતાની રીતે જીવવાનો હક્ક છે, આ ૨૧મી સદીમા તો ખાસ.

  વિછડેલાંના હૈયા ઘવાયેલા હોય છે. કોઈની સહાય ન કરી શકીએ તો

 વાંધો નહી. તેને દુઃખ પહોંચાડવાનૉ ઈજારો પ્રભુએ આપણને નથી આપ્યો.

 માનવ તરીકે આપણે જન્મ લીધો છે કિંતુ માનવીની પદવી દરેકે પ્રયત્ન

 કરીને પામવી પડે છે. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે. એક જણ સુખી

 હોય તો અવશ્ય યાદ રહે જરૂર બીજું કોઈ દુઃખ ને પામ્યું હશે. 

      જ્યારે પણ પ્રસંગ સાંપડે અને આવી વ્યક્તિની મુલાકાત થાય ત્યારે

 તેના પેગડામા પોતાના પગ નાખી જોજો. જરૂરત હોયતો ‘બે શબ્દ’ બોલી

 તે શાતા પામે તેવો પ્રયત્ન આદરજો. નહીં તો ‘મૌનં પરં ભૂષણમ’ અખત્યાર

 કરજો.

Advertisement

1 comment

  1. neetakotecha says:

    સંસકૃતિ ????
    aa shabd kyak varsho pahela vachelo che lagbhag…have evu kaheshu to vandho nahi…ahiya badha j dukhi che ane badha j koik na sahara ni shodh ma che…be tran lagan jeva sambandho to commen thai gaya che…
    hamna ek dikri mate chokro jovano hato..kam neeta ben ne aapva ma aaviyu..neeta ben to pachad padi gaya e chokro jya jato hoy e jagya e hu pahochi…pachad pachad..are ketli javabdari nu kam koikni dikri ne koik ne sopvani hgati…chokra e 10 min ma 3 sigrate fuki…etle me vichariyu ke biji pan ketketli aadat hashe…tya ene ek wains ni shop ma jata joyo..
    me gare aavine dikri ne ane eni mummy ne vat kari.
    dikri tarat boli are aunty ema kai vandho nahi e to fashion che…
    ane mane em lagiyu ke have mari umar thai..aaa to navo jamano shuru thai gayo che…
    aama સંસકૃતિ kya gotvi..

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.