નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ રસ્તો કેટલો સરળ છે. કૃષ્ણ ભગવાને
શ્રીમદ ભગવદ ગીતામા કહ્યું છે કે જ્ઞાની ભક્ત મને ખૂબ વહાલો છે. શ્રીકૃષ્ણ
કહે છે ચાર જાતના લોકો મને ભજે છે. આર્ત, (એટલેકે દુખી) જિજ્ઞાસુ, જ્ઞાની
અને અર્થાર્થી. (પૈસા માટે)
ભક્તિ માર્ગનો રસ્તો ભલે સરળ લાગે કિંતુ એક પછી એક પગથિયા સર
કરવા પડે. આસુરી, દૈવી, પ્રેમ, ભક્તિ, સગુણ સાક્ષાત્કાર, નિર્ગુણ સમાધિ
અને મોક્ષ. પ્રભુની કૃપા તો જુઓ તે મુંગાને વાચા આપે છે. લંગડાને
પર્વત ચઢાવી શકવા સામર્થ્યવાન છે. જો તે કૃપા કરે તો સર્વત્ર આનંદ
મંગલ છવાઈ જાય.
આસુરિ સંપત્તિમા દંભ, દર્પ, અભિમાન, ક્રોધ અને અજ્ઞાન નો સમાવેશ
થાય. દૈવી સંપત્તિ સાથે તેજ ,ક્ષમા, ધૃતિ, શૌચ અને અદ્રોહ સંકળાયેલા છે.
ગીતાના બારમા અધ્યાયમા શ્રીકૃષ્ણ કહે છે. અર્જુન તું તારુ મન મારામા
સ્થિર કર. તારા વિચાર મને સમર્પિત કર. બસ તારો બધો ભાર હું વહન
કરીશ. કાંઇ શંકા કરીશ નહી. તું નિષ્ફિકર થઈ જા.
પ્રેમ, મારામા આસક્તિ અને સાથે સાથે કુરબાનીની ભાવના. સ્વાર્થ
વગરનો પ્રેમ, અપેક્ષા વિનાનો પ્રેમ. નિર્મળ પ્રેમ એ ભક્તનું મહત્વનું
લક્ષણ છે. ભક્તિમા સમાયેલ છે, સરળ હ્રદય, શરણાગતિની ભાવના
પ્રેમ પ્રભુને માટે . ઉત્કંઠા તેના દર્શનને કાજે.
સગુણ સાક્ષાત્કાર અને પ્રભુના દિવ્ય દર્શન. વિરાટ સ્વરૂપ નિહાળવા
જોઈએ દિવ્ય ચક્ષુ. જે સ્વરૂપમા શ્રધ્ધા હોય તેના સાંગોપાંગ દર્શન.
નિર્ગુણ સમાધિ જેમા ભલે તેનો કોઈ આકાર ન હોય. બસ બ્ર્હમનનું
ચિંતન. તેમા એકાકાર થઈ જવું તે. ન દુખનું અસ્તિત્વ કે ન સુખની
આકાંક્ષા. ન કોઈ ઇચ્છા ન આપેશા. બસ બધા ધર્મ ત્યજી શ્રીકૃષનું
શરણું સ્વિકારવું. જો આમ શ્રીકૃષ્ણમા આસક્ત થવાય તો અંત કાળે
તેમને પમાય.
આખું બ્ર્હમાંડ, જેમા સમગ્ર વિશ્વનો સમાવેશ થયો છે. અંતે મોક્ષ
પામવનો રસ્તો સામે ખુલી જશે. મોક્ષ એટલે સ્વતંત્રતા, શાંતિ,
શક્તિ અને જ્ઞાન. સંપૂર્ણ શાતિ ,પરમાનંદ તુરિય અવસ્થા.
આ છે ભક્તિયોગ હ્રદયના સર્વે બંધનોને તોડી માત્ર લાગણીના
પ્રવાહમા વહેતો ઈશ્વરને પામવાનો એક માત્ર માર્ગ.