કર્મ, ખૂબ જ સાધારણ કિંતુ પ્રચલિત શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા
વગર એક પળ પણ ન રહી શકે. પ્રકૃતિના ગુણોથી સંકળાયેલ દરેક વ્યક્તિ
કર્મ અનાયાસે કરતી જો હોય છે. કૃષ્ણ ભગવાન ગીતામા કહે છે કે “માનવ
કર્મ ન કરવાથી યા તેમા નિષક્રીયતાથી (તેનો ત્યાગ કરવાથી) સંપૂર્ણ સિધ્ધિને
મેળવી શકતો નથી.
કર્મયોગમા આગળ વધવાના પગથિયા છે તમસ, રાજસ, સત્વ, ગુણાતીત
અને અંતે સિધ્ધિ. મોક્ષ જેનું અંતિમ ચરણ છે.
મૂઢ વ્યક્તિ કર્મ ન કરે પણ વિચારોથી તેમા ઉલઝ્યો રહે તેને શું ? તામસિક
વ્યક્તિનું આચરણ કાંઈક આવું જ જણાશે. જે કોઈ પણ કાર્ય વગર વિચારે શરૂતો
કરે પણ તેને પરિણામની અથવા માર્ગમા આવતી મુસ્કેલીઓની કોઈ ગતાગમ
ન હોય. જે કાર્ય કરતા કદાચ ઘાયલ થવાય યા ખોટ પણ અનુભવવી પડે. તે
વ્યક્તિ કદાચ કાર્ય કરવાની ક્ષમતા પણ ન ધરાવતી હોય.
બીજું ચરણ છે રાજસિક જે વ્યક્તિમા ખૂબજ ધગશ અને ઉત્સાહ ભર્યા હોય. તે
કોઈ પણ ભોગે તે કરીને જ ઝંપે. જે કાર્ય સાથે વ્ય્ક્તિનો અહંકાર સંકળાયેલો હોય. કર્મ
પ્રત્યે લગાવ હોય. કર્મ પાછળ આંધળી દોટ મૂકે તેની રાહમા આવતા પ્રતિકારને પણ
ગણકારે નહી.
જ્યારે સાત્વિક ગુણ ધરાવતો માનવી બધી બાજુથી પ્રશ્નની છણાવટ કરે. તેના ફાયદા
યા ગેરફાયદાનો અભ્યાસ કરે. જે કાર્યમા તેનો સ્વાર્થ ન છુપાયેલો હોય તેનો ખ્યાલ રાખે.
તેમા પ્યારકે તિરસ્કારની ગંધ પણ ન છુપાયેલી હોય. નિઃસ્વાર્થપણે તે કર્મ આચરતો હોય.
ગીતાનો અતિપ્રચલિત અને સર્વજનોને વિદિત શ્લોક છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतूर्भूमा तेसङग्स्त्वकर्मणि
કર્મ શું છે અને અકર્મ શું છે તેનો ભેદ જાણવો આવશ્યક છે. કયું કર્મ હાનિ કરતા છે
તે જાણવું આવશ્યક છે. કર્મ જારી રાખવું ફાયદા યા નુક્શાનની પરવા કર્યા વગર. યોગમા
સ્થાપિત મનવાળી વ્યક્તિ ચિત્તની સમતા જાળવી કર્મ અવિરત ચાલુજ રાખે. જે વ્યક્તિ કર્મમા
અકર્મ અને અકર્મમા કર્મને ભાળે. જેને ખબર હોય અને કર્મ ફળની આશાનો મોહ ન રાખે.
કર્મ વહેલું કે મોડુ ફળ આપેજ છે એ કુદરતનો નિયમ છે. કિંતુ કર્મ ફળમા તેની આસક્તિ
ન હોય.
જ્યારે ગુણાતીત વ્ય્ક્તિ સર્વથી પર હોય. તેને ખબર હોય કે કમેની ગતિ ગહન છે.
તેના કર્મમા હંમેશા કુશળતાની ઝાંખી થશે. તેનામા સમત્વ જણાશે. સફળતા યા નિષ્ફળતા
તેને ડગાવી નહી શકે. કર્મયોગી તો બસ તેનું કર્ય ક્રતો રહેશે. એક વાત હું અંહી જણાવીશકે
યોગના ચારેય રસ્તા એકબીજાની સાથે સંકળાયેલા છે. કમયોગી હોય તે ભક્ત પણ હોઈ શકે
વિદ્વતામા તેનો જોટો પણ ન જડે. કોઈ પણ રસ્તો અપનાવૉ, કોઈ પણ રીતને આચરો. અંતે જેમ
દરેક નદી સમુદ્રને મળે છે તેમ યોગના બધા રસ્તા મોક્ષના દરવાજાને જ ખટખટાવે છે.
મોક્ષની પ્રાપ્તિ એટલે જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય. જ્યાં સત્તા, જ્ઞાન, સ્વતંત્રતા
નો ત્રિવેણી સંગમ લહેરાય. બસ પમાનંદનું સામ્રાજ્ય જ્યાં ફેલાયેલું હોય. જ્યારે સમુદ્રને નદીઓ
આવીને મળે છે ત્યારેતે જરા પણ વિચલિત થતો નથી. નદી ખળખળ કરતી વહેતી તેના ઉદરમા
સમાઈ જાય છે. પરમ શાંતિનો અનુભવ કરે છે.
તો માણો કર્મયોગની ભાવના અને તેનાથી થતા અનુભવિને.
ઘણોજ સુંદર લેખ..
સાચ્ચી વાત છે કર્મ કર્તા રહો ફળ ની આશા ના રાખો..
સૌથી અગત્યનો યોગ. કોઈ જાતના પલાયનવાદ વગરનો યોગ.