ખાટી મીઠી જીંદગી October 21, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , trackback યાદ છે ત્યાં સુધી તમને દિલખુશ બરફી ભાવી હતી.
આજે દશેરા છે, ઘરે પધારશો તો જરૂરથી આરોગવા મળશે.
કદાચ આવવાનું શક્ય ન બને તો જીંદગી કેવી રીતે
‘ખાટી મીઠી’ બને તેની તમને રીત જણાવું.
સામગ્રી
૧ કપ હાસ્ય ૩/૪ કપ દિલગીરી
૧ ચમચી આંસુ ૧ ચમચો અહંકાર
૧ ચમચ ગુસ્સો ૧ ચમચી આત્મ સમ્માન
૧/૨ કપ ખુશી ૧/૨ કપ ડહાપણ
૧/૨ કપ આભાર ૧ કપ નમ્રતા
૧/૨ ચમચ અદેખાઈ ૧ ચમચ આવડત
૧ કપ સ્પર્ધા ૧/૨ કપ સુઘડતા
૪ ચમચા ઘી
લગભગ ૧૦ જણાને માટેનું પ્રમાણ છે.
માટીના મોટા ઘડાની અંદર ઘી ચોપડો. પછી બીજું
પડ આંસુ અને હાસ્યનું હળવે હાથે કરો. બધી સામગ્રી
તેમાં નાખી રવૈયાથી દસ મિનિટ ભેળવો.
ઓવન ૩૫૦ ફે.પર રાખી ૧૦ મિનિટ ગરમ કરો. પછી
તેમાં બરાબર ૪૦ મિનિટ બેક કરો.
એકદમ ઠંડુ થાય પછી, શરદ પૂર્ણિમાની રાતે દુધપૌંઆની
જોડે તેની મોજ પરિવાર સાથે માણવી.
એક શરત છે , દુધપૌંઆ વાટકીમાં લઈ ચમચીથી ખાવા પ્ણ
‘ ખાટી મીઠી’ જીંદગીની મજા સહુએ જમણે હાથેથી લઈ જમણા હાથમાં
આપીને માણવી. યાદ રહે પ્રમાણ બરાબર જળવાઈ રહે.
ખાટી મીઠી જીંદગી


Powered By
Comments»
જમણે હાથેથી લઈ જમણા હાથમાં આપીને માણવી
વાહ્!
very nice reciepe about our own life.love it.wish everyone can follow it in real life.thanks for posting this.