Archive for October 2nd, 2007

હાય ગુજરાતી

October 2nd, 2007

આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કેટલું?
બણગા ફુંકીએ અને બડબડ કરીએ એટલું.

તમને થશે કે આવું શા કારણથી હું લખતી હોઈશ. ગુજરાતી કુટુંબમાં જન્મ.
ભારત મારી માતૃભૂમિ. જ્યારે કોઈપણ લેખ યા કવિતા વાંચવામાં આવે છે
ત્યારે દરેક એકાદ બે પંક્તિ હજુતો વાંચી પણ ન હોય અને વચમાં અંગ્રેજી શબ્દ
ટપકી પડે. અંગ્રેજોને ભારત છોડ્યે આજે ૬૦ વર્ષ ઉપર થઈ ગયા. હજુ પણ
આપણું માનસ શામાટે ગુલામ છે? શું આપણને સ્વની ભાષાની શરમ આવે છે?
રખે માનતા હું ભદ્રંભદ્ર છું. હા ગુજરાતીની હિમાયતી જરૂર છું. મારી ભાષા
પ્રત્યે મને ગૌરવ છે. હું અમેરિકાનું નાગરિકત્વ ધરાવુ છું. આ મારી કર્મ ભૂમિ છે.
કિંતુ મારી જનની માતૃભૂમિ પ્રત્યે મને અનહદ પ્રેંમ છે. હજુ પણ ચેતો, આપણે
સહુ ગુજરાતી સાહિત્યના ચાહકો છીએ. લેખકો અને કવિ મિત્રો છીએ. આપણી
ફરજ બને છે કે સાચો રાહ ધારણ કરીએ.
શું આપણે કદીયે અંગ્રેજી સાહિત્યમાં ગુજરાતી શબ્દો ભાળ્યા છે? આપણી
ભાષા ખૂબ સમૃધ્ધ છે. મને નથી લાગતું બીજી ભાષા નું અવલંબન જરૂરી છે.
હા, જો કોઈ વખત અમુક શબ્દો આપણને ન જડે અને કૌંસમાં અંગ્રેજી શબ્દ
વાપરીએતો સમજી શકાય. કદાચ તમ્ને પણ આ ખટકતુ હશે? ઘણા સમયથી
આના પર ધ્યાન દોરવું હતું. આજે મારો અભિપ્રાય જણાવ્યો. તમારો શું મત છે
જણાવવાની મહેરબાની કરશો.
આપણા બાળકો ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા નથી તેનું દુખ
સાલે છે. તો પછી આપણી પોતાની ક્ષતિ પ્રત્યે શામાટે આંખમિંચામણા કરીએ
છીએ. આમ લખીને કોઈને પણ નારાજ કરવાનૉ ઇરાદો નથી માત્ર ધ્યાન દોરવું
છે. આશા છે વાંચીને આપણે એ દિશામાં કોઈ પગલું ભરીશું.

વીર શહીદ

October 2nd, 2007

આઝાદીની લડતમાં જાન ગુમવનાર બે ચાર શહીદના નામ યાદ છે ખરા?
દેશને માટે ફના થનાર કોઈ વીર નું નામ પૂછવામાં આવે તો કોનું નામ જીભે
ચડશે? આઝાદી મળ્યાને ૬૦ વર્ષના વહાણા વાયા. આજની જુવાન પ્રજાને
તેની કાંઈજ ખબર કદાચ નહી હોય. જો તે ઇતિહાસનો રસિયો હશે તો
કદાચ ઘણી બધી કડીઓનો જાણકાર હશે. નહીતો ભલું થજો ‘અમરચિત્ર
કથા’ ના લખનારનું કે જેને પ્રતાપે નાના મોટા ઘણા બધા પ્રસંગો યા વાર્તા
થી પરિચિત છે.
પ્રસ્તાવના ખૂબ લાંબી ચાલી પણ તેનું પાછળનું પ્રયોજન અતિ ગુહ્ય છે.
સપ્ટેમ્બર ૨૮, ૧૯૦૭ આપણા વીર શહીદ ભગતસિંઘને ૧૦૦ વર્ષ થયા. યાદ
હશે ભારતની આપણી માભોમની આઝાદીના પાયામાં જાન ખુવાર કરનાર તે
પ્રથમ હતા. ત્યારે ભગતસિઘ ૨૩ વર્ષના લબરમૂછિયા જુવાન હતા. તેમની
સાથે હતા વીર સુખદેવ, વીર રાજગુરૂ. સાઈમન કમિશનની વિરૂધ્ધના
દેખાવમાં તેમણે પાર્લામેન્ટમાં બોંબ નાખ્યા હતા.
‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારાની શરૂઆત કરી બ્રિટિશ સલ્તનતના પાયા
હચમચાવવાના બીજ રોપાયા હતા. ભારતમાને કાજે ૧૯૨૯ની ૮મી એપ્રિલે
લાહોરમાં હસતે મુખે ફાંસીને માંચડે લટક્યા હતા.
એવા વીર શહીદને જન્મજયંતિ ઉપર યાદ કરી આંખોમાંથી શ્રધ્ધા અને
પ્યારના બે અણમોલ મોતી સમાન અશ્રુ અર્પણ કરીશું. તેમની વીરતાની
ગાથા યાદ કરી આપણી, ભારતમાતા પ્રત્યે શું જવાબદારી છે તેનુ ચિંતન
જરૂરથી કરીશું.———

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.