રાસની રમઝટ October 9, 2007
Posted by pravinash in : કાવ્યો , add a commentદુહો
હે———-
ગોકુળથી મથુરાનો મારગ ભલે લાગતો નાનો
કાનુડાની નીંદ ઉડાડી લઈ ગયો મતવાલો
થઈયા —થઈયા——થા
ગોકુળ છોડીને મથુરા આવીને મારી નિંદર વેરણ થઈ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—–
નંદ જશોદાનો નિર્મળ પ્રેમ અને વ્રજવાસીઓનું વહાલ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—-
ગોકુળને ગોંદરે ગાયોના સાદને ગોપીઓની રૂડી પ્રિત
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——
મથુરાના રાજભોગ ફીક્કા લાગે ભલા ગોકુળના માખણ મિસરી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——–
મથુરાના મારગ મોકળારે મને વહાલી ગલીઓ સાંકડી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——
ઇન્દ્રપુરી પણ તુચ્છ ભાસે મને વહાલેરું ગોકુળીયુ ગામ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા———
ગોકુળ છોડતા વખતે કૃષ્ણને પયેલી વિરહની
વેદના
૦ ૦
૦ ૦
. .
. .
રાસની રમઝટ
તું ક્યાં નથી?
Posted by pravinash in : કાવ્યો , add a comment જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું
તું ક્યાં નથી તુ ક્યાં નથી એ જાણવાને હું મથું
સૃષ્ટિના કણ કણમાં તારું અસ્તિત્વ છાઈ રહ્યું
પત્રમાં ફળ ફૂલમાં કુદરત બની છુપાઈ ગયું
સિંધુમાં બિંદુ બની તું આભને પામવા મથી રહ્યું
મસ્તી રૂપે મોજા માહીં પ્રચંડ થઈને છાઈ રહ્યું
ઉન્નત મસ્તકે પર્વત રૂપે સ્થિર થઈ ઉભો રહ્યો
ઉર્ધ્વગામી થઈ જીવનમાં હાથ હલાવી કહી રહ્યો
શક્તિ તારી અણકલપ્યને અમાપ રૂપે પ્રવર્તતી
અકળ તું,અણમોલ તું,અજોડ તું,અવિનાશી તુ
સહુ એક સવાલ પૂછે છે. હે ઈશ્વર તું ક્યાં છે?
મને એક સવાલ કાયમ સતાવે છે, હે ઈશ્વર તું ક્યાં નથી?


Powered By