હાય ગુજરાતી

October 2nd, 2007 by pravinash Leave a reply »

આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કેટલું?
બણગા ફુંકીએ અને બડબડ કરીએ એટલું.

તમને થશે કે આવું શા કારણથી હું લખતી હોઈશ. ગુજરાતી કુટુંબમાં જન્મ.
ભારત મારી માતૃભૂમિ. જ્યારે કોઈપણ લેખ યા કવિતા વાંચવામાં આવે છે
ત્યારે દરેક એકાદ બે પંક્તિ હજુતો વાંચી પણ ન હોય અને વચમાં અંગ્રેજી શબ્દ
ટપકી પડે. અંગ્રેજોને ભારત છોડ્યે આજે ૬૦ વર્ષ ઉપર થઈ ગયા. હજુ પણ
આપણું માનસ શામાટે ગુલામ છે? શું આપણને સ્વની ભાષાની શરમ આવે છે?
રખે માનતા હું ભદ્રંભદ્ર છું. હા ગુજરાતીની હિમાયતી જરૂર છું. મારી ભાષા
પ્રત્યે મને ગૌરવ છે. હું અમેરિકાનું નાગરિકત્વ ધરાવુ છું. આ મારી કર્મ ભૂમિ છે.
કિંતુ મારી જનની માતૃભૂમિ પ્રત્યે મને અનહદ પ્રેંમ છે. હજુ પણ ચેતો, આપણે
સહુ ગુજરાતી સાહિત્યના ચાહકો છીએ. લેખકો અને કવિ મિત્રો છીએ. આપણી
ફરજ બને છે કે સાચો રાહ ધારણ કરીએ.
શું આપણે કદીયે અંગ્રેજી સાહિત્યમાં ગુજરાતી શબ્દો ભાળ્યા છે? આપણી
ભાષા ખૂબ સમૃધ્ધ છે. મને નથી લાગતું બીજી ભાષા નું અવલંબન જરૂરી છે.
હા, જો કોઈ વખત અમુક શબ્દો આપણને ન જડે અને કૌંસમાં અંગ્રેજી શબ્દ
વાપરીએતો સમજી શકાય. કદાચ તમ્ને પણ આ ખટકતુ હશે? ઘણા સમયથી
આના પર ધ્યાન દોરવું હતું. આજે મારો અભિપ્રાય જણાવ્યો. તમારો શું મત છે
જણાવવાની મહેરબાની કરશો.
આપણા બાળકો ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા નથી તેનું દુખ
સાલે છે. તો પછી આપણી પોતાની ક્ષતિ પ્રત્યે શામાટે આંખમિંચામણા કરીએ
છીએ. આમ લખીને કોઈને પણ નારાજ કરવાનૉ ઇરાદો નથી માત્ર ધ્યાન દોરવું
છે. આશા છે વાંચીને આપણે એ દિશામાં કોઈ પગલું ભરીશું.

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.