વિરામ

April 6th, 2007 by pravinash Leave a reply »

images58.jpg

            પ્રભુ આ તારી સૃષ્ટિમા તને વિરામ ક્યારે છે
             બનાવી જીવની ઝંઝાળ પ્રભુ તેં હાથ ધોયા છે

    બસ તેં આ સૃષ્ટિ બનાવી, બધું કમપ્યુટરમાં ભરી તું નિરાંતની નિદર
    લઈ રહ્યો છે. જનમ થી મરણ બધું જ તારી મરજી પ્રમાણે થાય. માણસે
   ખાલી પ્રયત્નો કરવાના. તારી આજની કાલ કોઈ દી’ થતાં ભાળી છે.
     શ્વાસ પણ માનવી ગણેલાં જ લે છે. ભલેને કસરત કરતો હોય કે પછી
   ખાવામાં ખૂબ ચોક્કસ હોય. જનમની સાથે જ શ્વાસ લેવાનાં, રડીને તારાથી
  દૂરી પ્રગટ કરવાની. ભૂખ લાગે એટલે માને બાઝવાનું. તારે છે કોઈ ચીંતા. હજુ
  તો કશું જ ભાન ન હોય ત્યાં ખાવા પીવાથી માંડીને નિકાલ ની પણ ચીંતા.
     ન બોલતા આવડે, ન ચાલતા ,રડવા માટે પણ સવારકે સાંજ નહીં જોવાના.
  થોડા ઘણા મોટા થઈએ એટલે ભણવું, રમવું તોફાન નહી કરવાના. તું કહે તને
   શું શું ગણાવું. પરણવાનું, નોકરી કે ધંધો કરવાનું. બાળકો થાય તેમની પરવરીશ
  કરવાની. તેમને પરણાવવાના , ઘરમાં ક્યાં જમાઈ આવે ક્યાં વહુ. તારે તો બસ માણસ
  ઘડીને હાથ ધોવાના.
    હજુતો ખરી વિપદા હવે આવવાની. ઘડપણ ને ગુજારવાનું. ગમે તેટલા સારા હો કે
  ન હો ઘરડા જુવાનોને આંખમાં કણાની જેમ ખૂંચે. તુ બધાને સમયસર તેડાવતો હોય
  તો કેવું સારું .
    ખેર તું તો ત્રણ ભુવનનો રાજા, તને શું કહેવું.તારી મરજી અમે તો તારા ચિટ્ટીના   
    ચાકર. સમય મળ્યે વિચાર કરી જોજે.       

Advertisement

2 comments

  1. says:

    આ બધી વિપદા આપણે ભોગવીએ છીએ કે તે? આપણે ‘તે’ જ તો છીએ.

    મને તો આની પ્રતીતિ થઇ ગઇ છે. તેથી હું હવે કદી ‘તેને’ દુઃખી કરતો નથી. અને ‘તે’ બાળક બનીને મારામાં કિલ્લોલ કરે છે. કેવાય સંજોગ ન હોય … હસવું કે રડવું તે તો મારે જ નક્કી કરવાનું છે, અને મેં હસવાનું જ નક્કી કર્યું છે !

  2. says:

    સરસ વાત લઈને આવ્યાં છો…

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.