શીંગોડા

April 3rd, 2007 by pravinash Leave a reply »

images8.jpg 

   કદી લીલા અને કો’કદી કાળા
   ખાધા કદી એ મીઠા  શીંગોડા
   માણવી મજા તેની દેશ રે જાજો
   બહુ ન ખવાય તો ૧૦૦ ગ્રામ લેજો
   હાથ ખરડજો ને મોઢામાં ભરજો
   પછી તેની મઝા ભરપેટ માણજો
   શું કરું વાત તમને હું સ્વાદની
   મુખમાં મારા છે ભીનાશ તેની
   સામેથી આવે પેલા જેઠ જેઠાણી
   કેમ બોલું ને કેમ વંદુ સ્મિતથી
   લાજી મરું  ને નયનો ઝુકાવું
   માણું  મિઠાશ પેલા શિંગોડાની
   વાત ખાનગી આપણી વચ્ચેની
 
   
  

Advertisement

3 comments

  1. says:

    મને બહુ જ ભાવતું ફળ. અમેરીકમાં ક્યાં ય મળે છે?

  2. says:

    અરે નાનપણ ના દિવસો યાદ આવી ગયા તમારુ આ કાવ્ય વાંચી ને…

  3. says:

    માણું મિઠાશ પેલા શિંગોડાની
    વાત ખાનગી આપણી વચ્ચેની… sundar Bhaavo rajukryaa chhe.11

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.