૧૭મી જૂન ૨૦૦૮, અમેરિકાથી રવાના થઈ આપણા ભારત દેશ જવા માટે.
૩૧ વર્ષના અમેરિકાના વસવાટ પછી ભારતમાં લાંબાગાળા માટે રહેવા જવાની
અંતરની અભિલાષા પૂર્ણ થઈ. બેંગ્લોરથી ૪૦ કિલોમિટર ‘જીગની’ નામે ગામ છે.
ત્યાંથી ત્રણ કિલોમિટર દૂર ‘સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા’ નામની
યુનિવર્સિટીમા યોગનો અભ્યાસ કરવા સફળ થઈ.
મિત્રો તમે નહી માનો એક વર્ષ ક્યાં પૂરૂ થઈ ગયું તે ખબર પણ ન પડી.
ખૂબ સાદગી ભર્યું જીવન આપણી ભારતમાની ધરતીની સોડમ, એક એક ક્ષણ
ને મેં માણી. સાથે હતો યોગનો અભ્યાસ. બસ પછી તો પૂછવું જ શું. દરરોજ
સવારે સવાચાર વાગે ઉઠવાનું અને રાતના સાડાઆઠ વાગ્યા સુધીનો ભરચક
કાર્યક્રમ. હા, ખોટું નહી બોલું શરુઆતમા જરા ભણવા માટે તકલીફ પડી પણ
પછી ધીરે ધીરે ટેવાઈ ગઈ.
અમેરિકાતો સ્વપનામા પણ યાદ આવતું ન હતું. મારા વર્ગના વિદ્યાર્થી મારા
કરતા અડધી ઉંમરના છતા ખૂબ પ્રેમ અને આદર સહિતનું તેમનું વર્તન દાદ માગી
લે તેવું હતું. મને તેમની સંગે જરા પણ અજુગતું ન લાગ્યું. ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ પ્રેમ
પામી. ઈશ્વરના લાખ લાખ ઉપકારકે મને આ ઉંમરે આવી સદબુદ્ધિ આપી અને આ લાહવો
મેં માણ્યો.
યોગની સંસ્થા ખૂબ જ સુંદર છે. સ્થળ ખૂબ રળિયામણું છે. સ્વામી વિવેકાનંદનું પૂતળું પણ
ભવ્ય છે. જો તમે ખૂલ્લા દિલે ત્યાં જશો તો હર પળ, હર ક્ષણ ને માણી શકશો. અધૂરામા
પૂરુ ત્યાં તમને ન મળે દૈનિક સમાચાર પત્ર કે ટેલીવિઝન. શહેરની ધમાલથી દૂર તેથી ગાડી,
ઘોડા, રિક્ષા કે ખટારાની કોઈ રમઝટ નહી.
બસ બાકીનું તમારા પર છોડું છું. કલ્પના કરીલો ૨૧મી સદીમા કે એ જગ્યા કેવી અલૌકીક
હશે. હવે પછી મળીશ ત્યારે ‘યોગ’ ઉપર પ્રકાશ પાડતા લેખો દ્વારા.
ખરેજ તમારી વાત વાંચીને યોગની સંસ્થાનો અનુભવ લેવાનુ મન થઈ જાય. રૂબરૂ મળીને તમારા અનુભવો સાંભળવા છે.
એક વર્ષ ભારત(બેંગલોર) રહી..”યોગ’..સાધના અને અન્ય ઘણું જાણીને આવ્યા છો..ખરેખર ધન્યવાદ..અહી અમેરિકામાં ૩૦ વર્ષથી સ્થાયી થયાં પછી વતનમાં જઇ,જે અભ્યાસ કર્યો છે..તેનો લાભ લેવો ઘટે..હ્યુસ્ટનના દરેક ભારતિયને આપનો લાભ મળે એજ આશા..
હ અમરે બધુ જાણવુ છે આપનાં એક વર્ષ નાં સફર વિષે..જરુર થી જણાવશો..રાહ જોઈયે છે..