લગ્નની મોસમ

December 27th, 2010 by pravinash Leave a reply »

           લગ્નની મોસમ પૂર બહારમા ખીલી હતી. શરણાઈના સૂર રેલાઈ

રહ્યા હતા. ઘરના બધા કોઈ ને કોઈ કાર્યમા વ્યસ્ત જણાતા હતા.  અનુ

વિચારી રહી આ મારો એ જ ભારત દેશ છે. જ્યાં મેં મારુ બાળપણ અને

ઉગતુ યૌવન માણ્યું હતું. બારીની બહારથી દેખાતાં સુંદર દૃશ્યો ક્યાં અદૃશ્ય

થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં મેળો ભરાયો છે.

              કોઈને પણ ઘરે જાવ ત્યારે બસ ટીવીની સામે પરિવાર બેઠો છે.

કરે છે શું તો કહે’રેણુકાબેન ખાખરાવાલા’, ‘બાલિકા વધુ’ જોતા હોય. શું આ

એ જ મારો દેશ છે? પશ્ચિમનું   આંધળુ અનુકરણ ઘણીવાર મનમા થતું શું

હું પણ આ જ જીવન ગુજારતી હોત? પાછળથી અનિકેત આવ્યો પ્રેમ પૂર્વક

ખભો દબાવી કહે,’ અરે દિવાસ્વપ્નમાંથી જાગ. તને બા ક્યારના ખાજા કરવા

માટે બોલાવે છે.

     અનુની નાની નણંદ અવનીના લગ્ન કાજે અમેરિકાથી આવી હતી. ત્યાં

તેની જીંદગી ખૂબ વ્યવસ્થિત અને   વ્યસ્ત હતી. હા, અંહી સામાજીક અવર

જવર રહે કિંતુ જીંદગી જીવવાનો કોઈ મકસદ ખરો કે નહી?

                   ખેર, અવનીના લગ્નમા ગ્રહશાંતિમા તે અનિકેત સાથે બેસવાની હતી.

મમ્મીએ ( અનિકેતની) સરસ સાડી અને દાગીનો  લીધો હતો. એક ભાઈ અને એક

બહેન નાનો અને સુખી પરિવાર. અનુ એકની એક દિકરી હતી. સુંદર અને સંસ્કારી.

અનિકેત તેને પામીને ગજ ગજ ફુલાતો. અનુની મમ્મીએ ખૂબ લાડકોડથી ઉછેરી

હતી. કદી તેની સાસરીમા માથુ ન મારતી.

               દિકરી કે દિકરાના માતા પિતા બાળકોને સુખી જોઈ હરખાતા. ખાજા વણતી

જાય અને મનમા ગુનગુનાતી જાય. રંજન બહેન કહે અનુબેટા જરા મોટેથી ગાવ.

      ભાવતું તું ને વૈદે કિધું. ગાવાની શોખિન અનુ લગ્ન ગીત ગાવા લાગી. પ્રભુએ

તેને સુંદર કંઠ આપ્યો હતો. ખાજા થઈ ગયા અનુ જરા આડે પડખે થઈ. ખુબ શાંતિથી

અવની તેના કમરામા આવી અને ભાભી ને પડખે લપાઈ ગઈ.  

                  જુઓ ભાભી હવે હું બહુ દિવસની મહેમાન નથી. ચાર દિવસ પછી લગ્ન થશે

અને હું અમરનો હાથ ઝાલી સાસરે વિદાય થઈશ. મારે તમને ખાનગીમા કાંઇ પૂછવું છે.

                  અનુ બેઠી થઈ ગઈ. અનિકેતની બહેન તેને પણ ખૂબ વહાલી હતી. બોલ શું

જાણવું છે. ભાભી એમ છે ને કે—- તમે જેમ ઘરમા બધાને વહાલા છો તેમ હું પણ કેવી

રીતે થઈ શકું. તમને ખબર છે અમર તેના નાના ભાઈને ખૂબ પ્રેમ કરે છે. તેના માતા

પિતા પણ તેને અનહદ વહાલા છે.

       અનુ એક ક્ષણ વિચારમા પડી અને પછી પ્રેમથી પસવારી, બાજુમા બેસાડી કહે મને

આનંદ થયો તમે મારી પાસે આવ્યા.  

          અનુ ખુબ ખુશ થઈ.  બહેન તમે સાસરીમા દુધમા સાકર ભળે તેમ ભળી જજો.

હવે તમે આ ઘરના અદકેરા મહેમાન. તમારું ખરુ ઘર એટલે અમર સાથેનો સંસાર.

         અમરને તમે ચાહો છો. જેટલો પ્રેમ આપશો તેનાથી અનેક ઘણો પામશો. બેના

દરેક ઘરના રિતરિવાજ અને તરીકો અલગ હોય. શરૂમા તેનું સરસ અવલોકન કરજો.

અમરના માતા પિતાને પ્યાર અને આદર આપશો. માત્ર એટલું યાદ રહે “એ તમારા

પ્રાણથી પણ પ્રિય અમરના માત પિતા છે.”

      બસ, આ શિલાલેખ કોતરશો તો તમે જીંદગીમા ખુબ ખુશ રહેશો. અવની ભાભીને

ભેટી પડી. ‘ઓ મારી વહાલી ભાભી તારા આશિર્વાદ આપ”.

                   અનુ ઘરકામમા ગુંથાઈ અને અનિકેત જે પુસ્તકાલયમા બેસી વાંચવાનો

ડોળ કરી રહ્યો હતો તે સંવાદ સાંભળી પોતાની જાતને ભાગ્યશાળી માની મંદ મંદ

મૂછમા મુસ્કુરાઈ રહ્યો હતો.

Advertisement

1 comment

  1. hemapatel says:

    ટુકી પણ ઘણુ બધુ કહેતી અને સંસ્કારો અને સંસાર મીઠો
    કેવી રીતે બનાવવો બતાવતી સુન્દર નાની વાર્તા .

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.