Archive for December 3rd, 2010

હાથ તાળી દઈ ગઈ શું?

December 3rd, 2010

   અશોક રહે ત્રીજે માળે. બીજે માળે રહે તેના નાના ભઈનો પરિવાર.

માતા પિતા જેઓનો ઉપકાર જીંદગી ભર નહોતો ભૂલ્યો. તેઓ રહે નીચે.

ઘરમાં દોમદોમ સાહેબી હતી.

     પિતાએ ચાલુ કરેલા ધંધામા અશોકને સારી ફાવટ આવી ગઈ હતી.

ખાધેપીધે સુખસાહેબી વાળું કુટુંબ હવે માલેતુજાર ગણાતું હતું.

               અશોકની પત્ની અમી ટુંકી માંદગી ભોગવી કુમળી વયે ચાલી નિકળી.

તેના પહેલા પ્યારમા પાગલ અશોક ફરી પરણવા માટે ઇન્કાર કરતો હતો. તેનો

એકનો એક પુત્ર પરદેશ વસવાટ કરી ગયો.

                   અનુજ સવારના પહોરમા ચા પીતા પહેલાં અરે અનુ, ભાઈને ઉપર

ચા અને નાસ્તો પહોંચાડ્યા ! અનુજ કદીય પહેલો કોળિયો ન ભરતો. ભાઈની ખૂબ

કાળજી રાખતા. અનુ, પણ હમેશા પહેલા ભાઈનું સાચવતી. ખુબ સુખી પરિવાર હોય

ત્યાં શાંતિનું સામ્રાજ્ય હોય અને લક્ષ્મી પણ પ્રસન્નતા પૂર્વક વિરાજતી હોય.

                      અનુજના બાળકો પણ અશોકદા કહીને વિંટળાઈ વળતા. અશોક્ને તેથી

પરણવાની કોઈ જરૂરત જણાઈ ન હતી. આરામથી દિવસો અને વર્ષોના વહાણા વાયા.

      અશોક, ૬૫ વર્ષની ઉમરે પહોંચ્યો હતો. આજે તેને અચાનક ઠંડી લાગી તેથી ઓફિસે

જવાનું ટાળી ઘરેજ રહ્યો હતો, અનુ બેવાર જઈને ખબર કાઢી આવી. મોસંબી સંતરાનો

રસ પણ આપી આવી.  મહારાજને જણાવી દીધું ભાઈ માટે સરસ વઘારેલી ખિચડી બનાવે.

પોતે જાતે જઈને આપી આવી અને જમ્યા ત્યાં સુધી બેઠી.

               માંદગી ધાર્યા કરતાં વધારે દિવસ ચાલી. સામાન્ય રીતે બને છે તેમેજ જરાક કાળજી

રાખવામા ઢીલ વરતાતી. ૨૪ કલાકની નર્સ અને વોર્ડબોય રાખવામાં આવ્યા, નર્સ આભા ખૂબ

લાગણી પૂર્વક સેવા કરતી. કેમ ન કરે બીજે મળે તેના કરતા તેને બમણો પગાર મળતો હતો.

              સમયસર આવવું અરે જવાના સમય ટાણે મોડું થાય તો પણ ઉતાવળ ન કરવી. જો

મોડું થાય તો અશોક તરત ડ્રાઈવરને મૂકવા મોકલતો. આભાની કાળજી પૂર્વકની સારવાર તેને

ખૂબ ગમતી.

    આજે આભાને રજા હતી. તેને ઘરે બાળકો આવવાના હતા. આભાનો પતિ પણ કેન્સરમા દસ

વર્ષ પહેલાં હરિચરણ પામ્યો હતો. નર્સિંગનું પ્રમાણપત્ર ચાલુ કરાવી. પોતાનું ગુજરાન ચલાવતી.

બંને દિકરીઓ  પરણીને સાસરે સુખી હતી.

      અશોકની ચા આવતા જરા મોડું થયું. આભા પણ ન હતી તેથી અશોક બેચેન હતો. તબિયત

સારી હતી કિંતુ બિમારીને કારણે ધિરજ ગુમાવી બેઠેલા અશોકે સવારનો નસ્તો   ઠુકરાવ્યો. બપોરે

પેટમા દુખે છે કહી જમ્યા વગર સૂઈ ગયો. રાતના માત્ર થોડા ફળફળાદી ખાઈ સવાર પડે તેની

કાગડોળે રાહ જોવા લાગ્યો.

   સવારના આભા રોજ કરતા વહેલી આવી. સાથે નાસ્તાની ટ્રે પણ લેતી આવી. અશોકે આગ્રહ

કરીને આભાને પોતાની સાથે નાસ્તો કરવા મજબૂર કરી. આભા ના ન પાડી શકી. નાસ્તાને ન્યાય

આપ્યા પછી અશોકે ધીરે રહીને આભાને પુછ્યું ‘હું એક સવાલ પુછું જો તમે ખરાબ ન લગાડો તો’

આભાને થયું તબિયત વિશે નો યા દવા વિશેનો હશે. વિનય પૂર્વક કહે હા, પૂછો. બધું બરાબર ચાલે

છે.

       અશોકે ધડાકો કર્યો. ” આભા, મારી સાથે લગ્ન કરીશ”. આભાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.

કહે શું કહ્યું ,મારું ધ્યાન ન હતું, બરાબર સમઝ ન પડી. અશોકે પ્રશ્ન દોહરાવ્યો, આભાતો કાપોતો લોહી

ન નિકળે એમ સ્તબ્ધ થઈને ઉભી રહી ગઈ. તે અસંજસમા પડી ગઈ. જવાબ આપવાની તેની હિમત

ન ચાલી.

     અશોકે તેને નજીક બોલાવી, પરિસ્થિતિનું આબેહૂબ ચિત્રણ કર્યું . કહે છેલ્લા દસ કે બાર દિવસથી

તેમારી ચાકરી દિલોજાનથી કરી છે. હા, તને મનગમતા પૈસા મળતા હતા પણ તે જે કાળજી લીધી

તે કોઈ પત્ની કરી શકે તેવી હતી.

              આભા તરત કાંઇ ન બોલી પણ મ્હોં ધોવાને બહાને બાથરુમમા ગઈ . આયના સામે ઉભી

રહી વિચારવા લાગી આ સ્વપ્ન તો નથીને ? પાંચજ  મિનિટના ટુંકા ગાળામા બહાર આવી હા, પાડી.

                  કરોડોની જાયદાદનો માલિક કુટુંબીજનોની જાણ બહાર આભાને પરણી ગયો. તેની કરોડોની

જાયદાદ કદાચ ભાઈના બાળકોને પ્રાપ્ત થાત. તેનો પોતાનો દિકરો હજારો માઈલ દૂર ‘ગોરી મઢમ”ના

પ્યારમા મસ્ત હતો. પિતાની કાળજી તો ઠીક ખબર સુધ્ધાં પૂછતો નહી.

              એકલતાએ નહી પણ પ્યારપુર્વકની કાળજીને પામી ધન્ય બનેલો અશોક આભાને પરણી ગયો.

નાનાભાઈનો પરિવાર જરાસી બેકાળજી પૂર્વક વર્ત્યા અને જાયદાદ હાથતાળી દઈ ગઈ.

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help